• Gujarati News
  • National
  • કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની 18મીએ કચ્છમાં

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની 18મીએ કચ્છમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રનાકાપડ મંત્રી અને એક સમયની જાણીતી ટીવી સિરિયલ સાસ ભી કભી બહુથીના જાણીતા કલાકાર સ્મૃતિ ઇરાની 18મી માર્ચ, શનિવારે કચ્છ આવી રહ્યા છે. તેઓ ભુજમાં મહિલા સરપંચ સંમેલન યોજશે, તો અંજારમાં વેલસ્પન કંપનીના કાર્યક્રમમાં હાજર રહેશે.મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંતર્ગત 18મીએ બપોરે 3થી 6 સુધી કચ્છભરમાંથી અાવાનારી મહિલા સરપંચોનું સંમેલન યોજાશેે. ઉપરાંત હસ્તકળા કારીગરોને પણ આર્ટીઝન ઓળખ કાર્ડ આપવામાં આવશે. જિલ્લા પંચાયત ઉપરાંત ભુજહાટ દ્વારા સંયોજિત કાર્યક્રમ યોજાય તેમ સમજાઇ રહ્યું છે. કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીનો સત્તાવાર કાર્યક્રમ હવે જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...