• Gujarati News
  • National
  • શીશુવાટિકામાં યોજાયો સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ

શીશુવાટિકામાં યોજાયો સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | સ્વસ્થ બાળ અને સ્વસ્થ સમાજ દ્વારા સ્વસ્થ દેશ નિર્માણના હેતુથી ભુજ જાયન્ટ્સ સહેલી ગ્રુપ દ્વારા એન્કરવાલા શીશુવાટિકા ખાતે ધોરણ ૧ થી ૫ ના ૧૪૦ જેટલા બાળકો માટે સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો.જેમાં ડો.જે.કેશરાણી, ડો.એસ.રૂડાની, ડો.સી.લીમ્બાની, ડો.આર.પટેલ, ડો.એસ.ઉપાધ્યાય, ડો.જીગર પટેલ, ડો.અમિત ત્રિપાઠીએ સેવાઓ આપી હતી. દાતા સ્વ.કેશરાભાઇ પટેલ અને સ્વ.પરબતભાઈના સ્મરણાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં સાહેલી પ્રમુખ સરસ્વતીબેન,ટ્રસ્ટી નવીન વ્યાસ, મેહુલ શાહ, સુભાષ જોશી, અંબાલાલ પટેલ,પ્રધાનાચાર્ય વર્ષાબેન જોશી, મંત્રી જાગૃતિબેન, ભુજ જાયન્ટ્સ પ્રમુખ પ્રભુભાઈ, મંત્રી શાંતિલાલભાઈ, રતનબેન, ઉપપ્રમુખ ભારતીબેન, સહમંત્રી તરુણાબેન, નીરૂબેન કેશરાણી, નિરંજનાબેન, માલતીબેન, રાધાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...