તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રત્નાપરમાં ભાજપની મહિલા સદસ્ય પર દુષ્કર્મ

રત્નાપરમાં ભાજપની મહિલા સદસ્ય પર દુષ્કર્મ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીભૂપેન્દ્ર પટેલ પણ વગદાર પરિવારનો હોવાથી તેને છાવરવાનો પ્રયાસ થયો હતો. પાવી-જેતપુર અને ગઢશીશા પોલીસે રાત સુધી આવી ઘટના નોંધાઇ હોવાનું રટણ કર્યું હતું. જોકે, આખરે મામલો દફતરે લેવો પડ્યો હતો.

ભાજપના રાજમાં સ્ત્રીઓ સુરક્ષિત હોવાની વાતનો છેદ ઉડ્યો : કચ્છમાં જાગી ચકચાર

ક્રાઇમ રિપોર્ટર. ભુજ

માંડવીતાલુકા પંચાયતમાં ભાજપના બિનહરીફ ચૂંટાયેલા એક મહિલા સદસ્ય સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મહિલા પોલીસ ફરિયાદ કરે તેમજ પક્ષની આબરૂને લાંછન લાગે માટે ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા ભરપૂર પ્રયાસો કરાયા હોવાનું ઉભર્યું છે.

મૂળ વડોદરાના પાવી-જેતપુરના વતની અને ખેતીકામ માટે માંડવી તાલુકામાં વસવાટ કરતા પતિ-પત્નીનું દાંપત્યજીવન કમનસીબ ઘટનાને પગલે ભંગાણના આરે આવી ગયું છે, મહિલાઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાના ભાજપના દાવાનો છેદ ઉડાડતી ઘટના ચાલુ મહિનાના આરંભે બની હતી. આદિવાસી સમાજની ચૂંટાયેલી મહિલા ઘરમાં એકલી હતી, ત્યારે રત્નાપર ગામના ભૂપેન્દ્ર જસરાજ પટેલની દાનત બગડતાં તે દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલાની આબરૂ લૂંટી હતી, સાથે સત્તાધારી પક્ષની પણ આબરૂ લૂંટાઇ હતી. દુષ્કર્મની ઘટના પછી ભવાડો થાય માટે ભાજપના વિસ્તારના નેતાઓએ ધમપછાડા કરતાં દિવસો સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ભાજપના નેતાઓને વશ થઇને મહિલા સદસ્યાએ શરૂઆતમાં તો ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાદમાં પતિ ફરિયાદ માટે મક્કમ રહેતાં મહિલાએ વડોદરા પાસેના પાવી-જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ઝીરો નંબરથી ગુનો નોંધાયા બાદ કેસ ગઢશીશા પોલીસને ટ્રાન્સફર કર્યો હતો એવા અહેવાલ છે.

...અનુસંધાનપાનાનં.6આમગણેશોત્સવ વખતનો બનાવ નવરાત્રિ નજીક છે, ત્યારે ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

માંડવી તાલુકા પંચાયતના મહીલા સભ્ય ઉપર પાડોશમાં રહેતા યુવાન દ્વારા રાત્રી દરમીયાન મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજારાતા પાવી જેતપુર પોલીસ મથકે ઝીરો નંબરથી ફરીયાદ દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહીતી અનુસાર મૂળ પાવી જેતપુર તાલુકાનાં રહેવાસી અને છેલ્લા દશ વર્ષથી ખેત મજૂરી અર્થે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રત્નાપર ખાતે ગયેલા આદિવાસી પરીવાર સમય જતાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અને પરીવારના મહીલાએ ગત ચૂટણીમાં તાલુકા પંચાયતની બેઠક ઉપર વિજેતા થયા હતા. ...અનુસંધાનપાનાનં.6

....આમહીલા સભ્ય ગત તા. જી સપ્ટેમ્બરના રોજ રાત્રીના લગભગ ૧૦.૩૦ વાગ્યાના અરસામાં પેશાબ કરવા માટે નીકળ્યા ત્યારે બાજુમાં રહેતા આરોપી ભૂપેન્દ્ર જસરાજ પટેલ (રહે.રત્નાપુર)એ પાછળથી આવીને મહીલા તાલુકા પંચાયતના સભ્યને બાથમાં લઈને નીચે સૂવડાવી દીધા હતા અને મરજી વિરુધ્ધનું દુષ્કર્મ આચર્યું હતું. અંગેની જાણ મહિલા તાલુકા પંચાયતના સભ્યએ પોતાના પતિને કરતાં તેના પતિ સાથે બોલાચાલી થતાં મહિલા પોતાના પીયર પાવી જેતપુર તાલુકાનાં ગામે આવી ગઈ હતી અને સોમવારે સાંજે આરોપી ભૂપેન્દ્રભાઈ પટેલ વિરુધ્ધ પાવી જેતપુર પોલીસ મથકે ઝીરો નંબરથી ગુનો દાખલ કરી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંતે પાવી-જેતપુર પોલીસમાં નોંધાઇ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...