તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છની આંગણવાડીઓમાં 27 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા કર્મીઓ

કચ્છની આંગણવાડીઓમાં 27 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા કર્મીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનીઆંગણવાડીઓમાં મોટાભાગના કર્મચારીઓ 27 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવે છે, પરંતુ તેમની આજ દિવસ સુધી અન્યત્ર બદલીઓ કરાઇ નથી. જેથી જિલ્લા પંચાયતની અન્ય શાખાના કર્મચારીઓમાં આશ્ચર્ય ફેલાયો છે.

જિલ્લા પંચાયત કચેરીની વિવિધ શાખાના કર્મચારીઓમાંથી મળતી વિગતો મુજબ કચેરીમાં મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિ હસ્તકની આઇસીડીએસ શાખા આવેલી છે. જેના નેજામાં જુદા જુદા તાલુકા મથકોએ 12 જેટલી સી.ડી.પી.ઓ. પણ છે. જે જિલ્લાની 2100 આંગણવાડીઓ ઉપર દેખરેખ રાખે છે. જેમાંથી કેટલાક કર્મચારીઓ 27 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવે છે. જેથી તેઓની કાર્યનિષ્ઠામાં ભારે કમી આવી ગઇ છે. જેના કારણે આંગણવાડીઓના સંચાલન ઉપર વિપરીત અસર થઇ રહી છે.

સૂત્રોએ કહ્યું હતું કે, સામાન્ય રીતે સરકારી તંત્રમાં દર પાંચ વર્ષે શાખા બઢતી બદલી થતી હોય છે, પરંતુ આંગણવાડીને તેમાંથી બાકાત રખાઇ છે. જેની વિપરીત અસર બાબતે મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજા પાસે ઠેરઠેરથી ફરિયાદો આવી છે. જેથી ચેરપર્સન મુદ્દે ઉચ્ચ સ્તરે રજુઆત કરવાના છે, સત્તાધિકારીઓએ પદાધિકારીઓની કાનભંભેરણી કરી ચેરપર્સન વિરુદ્ધ ઉશ્કેરણી ફેલાવી છે. જેના કારણે ચેરપર્સનની કોઇપણ વાત ગંભીરતાથી કાને ધરાતી નથી. ચેરપર્સને આંગણવાડીઓને સક્રીય કરવા પ્રવાસ આરંભ્યો છે. જેમાં તેમને ગ્રામજનો અને હેલ્પર તથા વર્કરો તરફથી ભારે હકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. દિનપ્રતિદિન ઠેરઠેરથી પત્રો આવી રહ્યા છે. જેમાં આંગણવાડીઓ તરફ સત્તાધિકારીઓના ઉપેક્ષિત વલણ અને લાંબા સમયેથી એક જગ્યાએ ચીપકી બેઠેલા કર્મચારીઓને અન્યત્ર બદલવાની માગણીની ફરિયાદો હોય છે.

મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજાનો સંપર્ક સાધતા દિનપ્રતિદિન વધતી જતી ફરિયાદોને સમર્થન આપ્યું હતું. દાયકાથી ચીટકી બેઠેલા કર્મચારીઓને બદલવાની રજુઆતો આવતી હોવાનું કહ્યું હતું.

મહિલા, બાળ વિકાસ, યુવા પ્રવૃતિ સમિતિના ચેરપર્સન પાસે દિન પ્રતિદિન કર્મચારીઓ વિરુદ્ધ વધતી ફરિયાદો

અન્ય સમાચારો પણ છે...