તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓપન યુનિ.માંથી CCC પાસને ઉચ્ચ પગાર આપો

ઓપન યુનિ.માંથી CCC પાસને ઉચ્ચ પગાર આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાપ્રાથમિક શિક્ષકોએ ડો. બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી સી.સી.સી. કમ્પ્યૂટરની પરીક્ષા પાસ કરેલી છે, પરંતુ તેમને હાયરગ્રેડનો લાભ મળતો નથી, જેથી તે પ્રશ્ને તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજે બેઠક યોજી હતી, જેમાં રાજ્યસંઘ સમક્ષ રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો.

સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2006માં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચતર પગારધોરણ માટે સી.સી.સી. પરીક્ષા પાસ કરવી ફરજિયાત ગણાવાઇ હતી, જેમાં 2009માં ડો. બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટીને પણ પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા અપાઇ હતી, જેથી રાજ્યના ઘણા પ્રાથમિક શિક્ષકોએ સંસ્થાના જુદા-જુદા કેન્દ્રોમાંથી પરીક્ષા પાસ કરી હતી, પરંતુ જિલ્લાના લોકલ ફંડની કામગીરી ગાંધીનગરથી કરાતા વાંધા વચકા કાઢવામાં આવ્યા હતા. જેના પગલે શિક્ષકોના ઉચ્ચતરના કેસ મંજૂર નહોતા થયા, જેથી શિક્ષકોને ન્યાય અપાવવા રાજ્યસંઘ પાસે રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે, જે બેઠકમાં હરિસિંહ જાડેજા, ભૂપેશ ગોસ્વામી, ઘનશ્યામસિંહ જાડેજા, રામસંઘજી જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધીરજ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સેવંતીલાલ પરમાર હાજર રહ્યા હતા.

ભુજ તાલુકા પ્રા. શિક્ષક સમાજે બેઠક યોજી રાજ્યસંઘમાં રજૂઆત કરવા લીધો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...