તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુખપરના ટ્રક માલિકને વળતર ચૂકવવા આદેશ

સુખપરના ટ્રક માલિકને વળતર ચૂકવવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાપ્રેમજીભાઇ ધનજીભાઇ હિરાણીએ તેમની માલિકીની ટ્રકને ગત 30/6/13ના અકસ્માત થઇ જતાં તેના વીમા પોલિસી પેટે યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યુરન્સ કંપની પાસે વળતર મેળવવા ક્લેઇમ કર્યો હતો. વીમા કંપનીએ નુકસાનીની રકમ ચૂકવવાને બદલે ખોટી વિગતો દર્શાવી વીમાની રકમ નામંજૂર કરતાં વાહનમાલિકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અરજી કરી હતી. ફોરમે અરજદારની અરજી મંજૂર કરી રૂા. 1,85,000ના 9 ટકા ચડત વ્યાજ તથા ખર્ચ પેટે 500 સહિત વળતર ચૂકવવા ચુકાદો આપ્યો હતો. વાહનમાલિક તરફે એડવોકેટ દયારામ ઠક્કર, કુલીન જેન્તીલાલ ભગત, દીપ્તિબેન ચંદે તથા અમૃતિયા અકુલ અશોકભાઇ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...