તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મઢના પદયાત્રીઓને ટેન્કરે કચડ્યા, આઠનાં મોત

મઢના પદયાત્રીઓને ટેન્કરે કચડ્યા, આઠનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છસ્થિત મા આશાપુરા માતાજીના મઢ ખાતે પગપાળા અને વાહનોમાં જતા પદયાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારના સમયે માળિયા તાલુકાના હરિપર નજીક આવેલા એક

સેવા કેમ્પ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખંભાત તાલુકાના શ્રદ્ધાળુઓ માતાના મઢ જવા નીકળ્યા હતા ત્યારે ચા-પાણી પીવા માટે સેવા કેમ્પમાં રોકાયા હતા અને વાહનો રોડની સાઈડમાં ઊભા રાખીને ચા-પાણી પિતા હતા ત્યારે પૂરપાટ વેગે પસાર થઈ રહેલા ટેન્કરના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા ઘટનાસ્થળે ખંભાત તાલુકાના શ્રદ્ધાળુઓ સહિતના પાંચનાં મોત નીપજ્યા હતા તો અન્ય લોકોને ઈજા થતા મોરબી,

...અનુસંધાન પાના નં. 6

(વધુઅહેવાલ પાના ન. 4)





વાગડ,માળિયા અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોરબીમાં સારવાર દરમિયાન સેવા કેમ્પમાં સેવા આપવા આવેલા બે યુવાનોનાં મોત નીપજ્યા હતા, જ્યારે રાજકોટ સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેથી ગમખ્વાર અકસ્માતનો મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો હતો, જ્યારે અન્ય મહિલાઓ સહિત આઠ ભક્તોને વિવિધ સ્થળોએ સારવાર આપવામાં આવી રહી છે.

માતાના મઢ જતા પદયાત્રીઓને હરિપર ગામ નજીક અકસ્માત સર્જાતા ઘટનાની જાણ થતાં મોરબી કલેક્ટર આઈ.કે.પટેલ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ તેમજ માળિયા પોલીસ અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં મોકલીને યોગ્ય સારવાર મળે તે માટેની વ્યવસ્થા તાકીદે હાથ ધરી હતી. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મૃતકોને તેમજ ઈજાગ્રસ્તોને સહાય મળે તે માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે, જ્યારે જિલ્લા પોલીસવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માળિયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં પાંચ મહિલાઓ સહિત કુલ 8 શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે. જેમાં મૃતક ત્રણ યુવાનો મોરબીથી કેમ્પમાં સેવા આપવા માટે આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

આમ માળિયાના હરિપર નજીક આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં ખંભાત તાલુકાથી આવેલા 20 શ્રદ્ધાળુઓ પૈકી પાંચનાં મોત નીપજ્યા હતા, જ્યારે બાકીના શ્રદ્ધાળુઓ તેમજ મોરબીથી સેવા આપવા માટે ગયેલા યુવાનો સહિતનાઓને નાની મોટી ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો. નવરાત્રીના ભક્તિભાવના માહોલમાં સર્જાયેલા અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી, તેમજ શ્રધ્ધાળુઓને ટેન્કરે અડફેટે લેતા

ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી. જે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે પોલીસની ટુકડીએ જહેમત ઉઠાવી હતી.



માળિયા (મી)ના હરિપર પાસે ખંભાતના ભક્તોને લઇ આવતી બે રિક્ષાનો ડૂચો : આઠને ઇજા

શ્રદ્ધાળુ ચા-નાસ્તો કરવા રોકાયા પણ મળ્યું મોત

અન્ય એક અકસ્માતમાં યાત્રી દંપતી ઘવાયું

જ્યારેહરિપર નજીક આજે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત પૂર્વે ગત સાંજના સમયે એક કારને પણ અકસ્માત નજીકના સ્થળે નડ્યો હતો. જેમાં જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જતા દંપતીને ઈજાઓ પહોંચી હતી. કારમાં સવાર ક્રિપાલસિંહ ગુમાનસિંહ જાડેજા (ઉ.૩૪) અને તેના પત્ની મીનાબા ક્રિપાલસિંહ જાડેજા (ઉ.૩૦) બંનેને ઈજા થતા મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો સોમવારે વહેલી સવારે હાઈવે રક્તરંજિત બન્યો હતો અને ટેન્કરના ચાલકે શ્રધ્ધાળુઓને અડફેટે લેતા પાંચના ઘટનાસ્થળે મોત સહિત કુલ આઠનાં મોત નીપજ્યા હતા તો અન્ય આઠને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...