• Gujarati News
  • National
  • પાન્ધ્રો પં.ના 3 સદસ્યો સા. સભામાં ગેરહાજર રહેતા ગેરલાયક ઠર્યા

પાન્ધ્રો પં.ના 3 સદસ્યો સા. સભામાં ગેરહાજર રહેતા ગેરલાયક ઠર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના ગ્રામ પંચાયતના 3 સદસ્યો સતત 3 માસથી સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા, જેથી તેમની વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી ફરિયાદ થઈ હતી. જેના પગલે ખરાઈ કર્યા બાદ ત્રણેય સદસ્યોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

નાયબ જિલ્લા વિકાસ અધીકારી પંચાયત વિભાગે 5મી જુલાઈના હુકમ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી રાયમા અબ્દુલ રઝાકે અરજી કરી હતી કે, જલુબેન આરબ નોડે, મહારાજ સાવિત્રીબેન ટેકચંદ, કોળી જ્યોતિબેન નીમજી સતત 3 સામાન્ય સભામાં અને સતત 4 માસથી ગામમાં ગેરહાજર રહ્તા હતા, જેથી વિસ્તરણ અધિકારીએ તપાસ બાદ અહેવાલ રજુ કર્યો હતો.

ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ તેમને સભ્ય પદેથી ગેરલાયક ઠરાવ્યા હતા. જેના પગલે ટીડીઓના હુકમથી નારાજ ત્રણેય સદસ્યોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાસે દાદ માગી હતી. જેમને રૂબરૂ સુનાવણી માટે બોલાવાયા હતા, પરંતુ અપીલકર્તાઓ તરફથી કોઈપણ જાતના લેખિત જવાબ કે રજુઆત કરવામાં આવી ન હતી. તાલુકા વિકાસ અધિકારીના રિમાર્ક અને તલાટી સહ મંત્રીના રોજકામમાં પણ સ્પષ્ટ થતું હતું કે ત્રણેય સદસ્યો હાજર રહ્યા ન હતા અને પાછળથી સહીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ સદસ્યોને ગેરલાયક થવાના નિર્ણયથી ગ્રામ પંચાયતના અન્ય સદસ્યોમાં સોપો પડી ગયો હતો.

ગ્રામ પંચાયતના સભ્યો ગામમાં પણ સતત 4 માસથી વધુ સમય સુધી દેખાયા જ નહોતા
અન્ય સમાચારો પણ છે...