• Gujarati News
  • National
  • ભુજ અને મુન્દ્રાની મહિલાઓને વિરપુરની યાત્રા કરાવાઈ

ભુજ અને મુન્દ્રાની મહિલાઓને વિરપુરની યાત્રા કરાવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા ભુજના સ્વ. ગજાનંદભાઈ જેઠાલાલ અનમની દ્વિતીય પુણ્યતિથિએ ભુજ અને મુન્દ્રાની સિનિયર સિટિઝન મહિલાઓને વીરપુરના જલારામ બાપાના મંદિર, ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે તેમજ સારંગપુરની ધાર્મિક યાત્રા નિ:શુલ્ક કરાવી હતી.

સંસ્થાના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી મહિલાઓને ત્રીજી વાર ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાયો હતો. આ યાત્રામાં મુન્દ્રાની વિધવા અને જરૂરતમંદ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ ધાર્મિક યાત્રા પ્રસંગે સંસ્થાના જલારામ ખીચડી ઘરના દાતા પાર્થ ઠક્કર, કિશોર ચોથાણી, અશ્વીન ઝીંઝુવાડીયા, કપિલ કેસરિયા, એડવોકેટ પ્રવિણચંદ્ર ગણાત્રા, મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમૂખ મનોજ કોટક, ભાઈલાલ ચોથાણી, અદાણી ગ્રુપના રમેશ આયડી, સહિતનાઓએ યાત્રાને સફળ બદલ શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...