તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવામાન સાનુકુળ હોતાં જખૌ બંદરેથી માછીમારીની છૂટ આપો

હવામાન સાનુકુળ હોતાં જખૌ બંદરેથી માછીમારીની છૂટ આપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 ઓગષ્ટે બંધ મોસમ પૂર્ણ થતાં બીજા દિવસથી માછીમારીની છૂટ આપવામાં આવે છે પણ રાજ્યમાં દરિયો રફ રહેવાની સંભાવનાએ આવી પરવાનગી હજુ સુધી અપાઇ નથી. બીજી બાજુ કચ્છમાં હવામાન સાનુકૂઇ હોતાં જખૌ બંદરેથી માછીમારીની મંજૂરી આપવામાં આવે તેવી માગ મત્સ્યોદ્યોગ કમિશનર સમક્ષ કરાઇ છે. જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિયેશન દ્વારા કરાયેલી રજૂઆત મુજબ સામાન્ય રીતે 16 ઓગષ્ટથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવે છે પણ આ વખતે સમુદ્ર તોફાની રહેવાની તેમજ વરસાદની સંભાવનાએ રાજ્યભરમાં હજુ સુધી આવી પરવાનગી આપવામાં આવી નથી. કચ્છમાં હવામાન સાફ છે ત્યારે જખૌ બંદરેથી માછીમારી કરવાની છૂટ આપવામાં આવે તેવી માગ કરતાં એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ્લાશા પીરજાદાએ ઉમેર્યું હતું કે, બંધ મોસમ પૂરી થવાની હોતાં બોટ માલિકોએ ટંડેલ અને ખલાસીઓને પગાર પર રાખી લીધા છે પણ હજુ સુધી માછીમારીની મંજૂરી ન મળતાં તેમના પર આર્થિક ભારણ વધી રહ્યું છે. માછીમારોએ 10 જૂનથી બોટો લાંગરી દીધી છે અને હજુ પણ એ જ હાલતમાં હોતાં પરિવારનું ગુજરાન કરવાનો પ્રશ્ન પેદા થયો છે. આ સંજોગોમાં માછીમારીની પરવાનગી અપાય તેવી માગ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...