તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાઉદીમાં ફસાયેલો કચ્છી યુવાન અંતે વતન પરત આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઉદીમાં ફસાયેલો કચ્છી યુવાન અંતે વતન પરત આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોતાનામાદરે વતનથી અનેક પ્રકારના સ્વપ્નો આંખમાં આંજી વધારે સારાં જીવનસ્તરની આશમાં કેટલાય લોકો વિદેશની વાટ પકડતા હોય છે. બહુ ઓછા લોકોના સ્વપ્ન પૂરાં થતાં હોય છે, પરંતુ મોટેભાગે તો હાથમાં નિરાશા અને દુ:ખ સિવાય કશું આવતું નથી.

કચ્છના ગાંધીધામના વિનોદ ...અનુસંધાનપાનાનં.13મહેશ્વરીસાથે કાંઇક આવું બન્યું. બે-અઢી વર્ષ પહેલાં આંખોમાં સફળતા મેળવવાની આશાએ સાઉદી અરેબિયાની કંપનીમાં નોકરી માટે ગયેલા વિનોદભાઇને એજન્ટની છેતરપિંડી અને કંપની માલિકની આડોડાઇનો આંખ ઉઘાડતો અનુભવ થયો હતો. તેમને કંપનીના કામસર નજરાન શહેરથી 70 કિ.મી દૂર એવા જંગલ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા કે જ્યાં કશી રહેવા-જમવાની સગવડ સુદ્ધાં નહોતી. યુવકે કંપની સંચાલકો સમક્ષ વાંધો ઉઠાવતાં તેનો પાસપોર્ટ માલિક દ્વારા દાબી રખાયો હતો. આમ તેને છૂટક મજૂરી કરી દિવસો પસાર કરવા પડતા હતા.

સ્થિતિની યુવકના પરિજનોને કોઇક રીતે ખબર પડી જતાં તેમણે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પાસે રજૂઆત કરી હતી. સાંસદે વિદેશ મંત્રાલયમાં અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને બાબતે હસ્તક્ષેપ કરવા એકથી વધુ વખત રજૂઆત કર્યા બાદ અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ દરમિયાનગીરી કરવા વિનંતી કરતાં તેમણે તુરત સાઉદી એમ્બેસીને મુદ્દે ઘટતું કરવા જણાવ્યું હતું.

એમ્બેસીના અધિકારીઓ દ્વારા કંપનીનો સંપર્ક કરાતાં તેઓ યુવકને છુટો કરવા માટે 35,000 સાઉદી રિયાલની માગણી મૂકી હતી. ભારતીય દુતાવાસે તે યુવકને ખાધાખોરાકી માટે 400 રિયાલ પહોંચતા કર્યા હતા. કંપની સાથેની વાટાઘાટોને અંતે 10,000 રિયાલની ચૂકવણી સાથે યુવકનો પાસપોર્ટ પરત આપવાનું નક્કી થયું. કંપનીને ભારત સરકાર દ્વારા રકમ ચૂકવી આપવામાં આવશે. આમ, યુવકનો મુક્તિનો માર્ગ મોકળો બનતાં પરિવારજનોએ રાહતની લાગણી અનુભવી હતી. પરિવારે અંગત રીતે વડાપ્રધાન, તેમના કાર્યાલય, વિદેશમંત્રી, વિદેશ મંત્રાલય, સાઉદી અરેબિયા સ્થિત રાજદૂત અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો છે.

વિનોદ મહેશ્વરી આખરે સાઉદીથી અમદાવાદ વાયા દુબઇ થઇને 19મી ઓગસ્ટ સુધીમાં માદરે વતનની માટીની સુગંધ લેવા આવી પહોંચવાની સંભાવના છે. દેશ જ્યારે 70મો આઝાદી દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે કચ્છી યુવકને પણ આખરે ત્રાસદાયક સ્થિતિમાંથી આઝાદી મળતાં પરિજનો આટલા વખતે ખરી રીતે આઝાદી દિવસની સુવાસ માણી શકશે.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો