તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં પણ વેપારીના સ્વાંગમાં ત્રાસવાદી ઘૂસ્યાના ઇનપુટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં પણ વેપારીના સ્વાંગમાં ત્રાસવાદી ઘૂસ્યાના ઇનપુટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાંભીડભાડવાળા વિસ્તારોમાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિનની ઉજવણી દરમિયાન વેપારીના સ્વાંગમાં ત્રાસવાદીઓ પોતાના નાપાક મનસૂબા પાર પાડે એવો ઇનપુટ આઇબી દ્વારા ગૃહવિભાગને આપવામાં આવ્યો છે, જેથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાએ એસઓજી અને એલસીબીને ચેકિંગની કામગીરી સોંપી છે. જેના પગલે અનાજ અને શાકભાજી જથ્થાબંધ બજારોમાં શંકાસ્પદ લોકોની અવરજવર ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે.

દેશમાં 70માં સ્વતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ કચ્છ સહિતના જિલ્લા મથકોએ ભારે ભીડ રહેતી હોય એવા વિસ્તારોમાં ત્રાસવાદીઓ પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવા વેપારીના સ્વાંગમાં ઘૂસવાનો ઇરાદો ધરાવે છે. એવો આઇબી દ્વારા ગૃહવિભાગને આજે ઇનપુટ મળ્યા બાદ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના મુખ્યમથકોની ભીડભાડવાળા સ્થળોએ ઘનિષ્ઠ ચેકિંગ અને સંદિગ્ધ તત્ત્વો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા મકરંદ ચૌહાણે ...અનુસંધાનપાનાનં.13એસઓજીઅને એલસીબીની ટીમને અનાજ અને શાકભાજીની જથ્થાબંધ બજારોમાં ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. બીજી બાજુ ભુજ સિટી ડિવિઝન અને બી ડિવિઝન દ્વારા એસ.ટી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશને શંકાસ્પદ અવરજવરવાળી વ્યક્તિઓની પૂછપરછ કરવાની ભૂમિકા નિશ્ચિત કરી લીધી છે.

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા ભાવના પટેલે પણ પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી, અને બી ડિવિઝન પોલીસ મથકોના અધિકારીઓને શંકાસ્પદ જણાતાં લોકોની તપાસ શરૂ કરી દેવા સૂચના આપી દીધી હતી. સાથોસાથ કંડલા પોર્ટ પર પણ સલામતીની વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો