તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ‘ભગવાન ઘરે આવશે’ જેવા ગદ્યો સાથે ભુજમાં યોજાયો સાહિત્ય મંચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ભગવાન ઘરે આવશે’ જેવા ગદ્યો સાથે ભુજમાં યોજાયો સાહિત્ય મંચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેકચ્છ યુનિવર્સિટીના મુખ્ય હોલમાં સાહિત્ય અકાદમી તેમજ કચ્છ વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે એક સાહિત્ય મંચનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લેખક માવજીભાઇ મહેશ્વરીએ ભગવાન ઘરે આવશે વાર્તામાં જીવણલાલ અને ભગવાન વચ્ચેની માર્મિક વાતો, ભગવાન પ્રત્યેની ભક્તની ગેલછા અને ભગવાન તેમના ઘરે આવ્યા છતાં જીવણલાલ મંદિરે જાય છે, જેવી રસપ્રદ અને તાર્કિક વાતો સાથે કચ્છ પ્રદેશ પર આધારીત વાર્તા તરસ અને તેનું નિરૂપણ શ્રોતાઓ વચ્ચે કર્યું હતું. વંચિત કુકમાવાલાએ મેં તો બસ અમસ્તાં શોધ શિર્ષક સર્જન પર અછંદાસ કવિતા રજૂ કરી, સાથે 17થી 18 વર્ષની છોકરીઓની પ્રેમ ભાવના પર વાતો કહી, પ્રેમનું ગીત કોરી-કોરી પાટી જેવું ભીનું ભીનું છોકરું મારી-મારી સાથે ફરે છે, દીકરીઓ કેમ મોટી થઇ તે રજૂઆત પણ ભાવુક થઇ કરી, માનો છેડો પકડી ચાલતી 12 વર્ષની દીકરીના ગીતે સૌને અભિભૂત કરી દીધા હતા, જેમાં છોકરી તેની માને કહે છે કે, રોજીંદા કામ ખૂબ ધ્યાનથી કરું પણ તોય થાય મારી ભૂલમાં મને અળઘી મૂક આંગણું વાળું તો એની ઉડતી ધૂળ સાથે ઉડવાના આવે વિચાર, સિવાય ભાંગેલા નળિયાંનું ઘર જેવી અનેક કૃતિઓ રજૂ કરી હતી, સાથે તેમણે જણાવ્યું કે, હવે તો કવિતાઓ સામે દેખાય છે. રમણિક સોમેશ્વરે પોતાની કવિતા આપણે તો એટલામાં રાજીનું વર્ણન કરી સૌની વાહવાહી મેળવી હતી તેમજ અગાઉ પણ દિલ્હી સાહિત્ય અકાદમીએ ઘણા સુંદર આયોજનો કર્યા હોવાનું કહ્યું હતું. કાર્યક્રમમાં પબુ ગઢવી, લાલજી મેવાડા, અમર કચ્છી, કમલેશ બુદ્ધભટ્ટી, ધનજી ભાનુશાલી, માવજી મહેશ્વરીના પત્ની પૂનમબેન તથા વંચિત કુકમાવાલાના પત્ની પુષ્પાબેન સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ડો. દર્શનાબેન ધોળકિયાએ કહ્યું કે, કવિતા કે વાર્તા કદી પૂર્ણ થતી નથી, માત્ર વિરામ પામે છે, તેથી આપણે પણ કાર્યક્રમ પૂરો થયો તેમ નહીં પણ વિરામ પામ્યો તેમ કહીશું.

જન્મે દલિત પણ ભાવ ક્યારે નથી વર્ણવ્યા

કાર્યક્રમમાંપોતાની કૃતિઓ રજૂ કર્યા બાદ અંતમાં બોલતા માવજીભાઇએ દેશમાં હાલ પ્રવર્તી રહેલી વર્તમાન પરિસ્થિતિઓ પર માર્મિક ટકોર કરતાં કહ્યું હતું કે, જન્મે ભલે હું દલિત હોઉં, પણ છાપ મેં મારા લેખનમાં કદી નથી વર્ણવી અને લખવા બેસું ત્યારે મને જે વિષયમાં મોજ આવે તે વિષય પર મારી ઉર્મિઓને અંકિત કરું છું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો