તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ શૈક્ષણિક વારસો જાળવવા હાકલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ શૈક્ષણિક વારસો જાળવવા હાકલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનાગર જ્ઞાતિ મંડળ દ્વારા રોટરી હોલ ખાતે તાજેતરમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાઇ ગયો. મુખ્ય મહેમાન મનોજ છાયાએ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકતાં પોતાના ઉદબોધનમાં જ્ઞાતિના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ શૈક્ષણિક વારસો જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

ટ્રસ્ટીઓ ગજેન્દ્ર અંતાણી, કિરીટ પોટા, અશ્વિન અંજારિયાએ પોતાના પ્રાસંગિકમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂટતી તમામ મદદ દેવા માટે તત્પરતા બતાવી હતી. સરસ્વતી સન્માનના વિશેષ દાતા પ્રકાશ બૂચનું સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં 50 તેજસ્વી તારકોને ઇનામોથી પ્રોત્સાહિત કરાયા હતા. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમના જ્ઞાનવર્ધન માટે ક્વિઝ પણ રખાઇ હતી. સમારોહને માણવા વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

આયોજનને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ બિન્દુલ અંતાણીના માર્ગદર્શનમાં હર્ષિત વૈશ્નવ, રોહિત અંજારિયા, મિહિર અંજારિયા, પિનાકીન વૈશ્નવ, ખેવન છાયા, કમલેશ ઝાલા, રોહિત અંતાણી, અભિષેક ઝાલા, પ્રતીક છાયા, કુશલ પટ્ટણી, સંકેત છાયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

દીપ પ્રાગટ્ય કરી રહેલા અગ્રણીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો