તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૂદ્રમાતા બોર્ડર વિંગ ટ્રેનિંગ સેન્ટરના કમાન્ડરને સ્વતંત્રતા પર્વે રાષ્ટ્રપતિ ચંદ્રક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂદ્રમાતા બોર્ડર વિંગ ટ્રેનિંગ સેન્ટરના કમાન્ડરને સ્વતંત્રતા પર્વે રાષ્ટ્રપતિ ચંદ્રક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના રૂદ્રમાતામાં બોર્ડર વિંગ ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ સી.એમ. દેસાઇ, કચ્છમાં ભૂકંપ સમયે ફરજ બજાવી ચૂકેલા ગુજરાત રાજ્ય નાયબ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ બિરેન્દ્રસિંહ વાઘુભા રાણા અને 19 વર્ષ સુધી ભુજ તથા નલિયામાં બોર્ડર વિંગ પ્લાટુન કમાન્ડર તરીકે ફરજ બજાવી ચૂકેલા એમ. જે. જાડેજાને 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયતની ઘોષણા થવાની છે.

ભુજ તાલુકાના રૂદ્રમાતા બોર્ડર વિંગ ટ્રેનિંગ સેન્ટર કચ્છ જિલ્લાના ઇન્ચાર્જ પ્લાન્ટુન કમાન્ડર સી.એમ. દેસાઇને 15મી ઓગસ્ટના રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવશે. તેઓ બોર્ડર વિંગ હેડ ક્વાર્ટર પાલનપુર, જામનગરમાં સેવા દરમિયાન બોર્ડર ડ્યૂટી કાયદો અને વ્યવસ્થાની ફરજો બજાવી ચૂક્યા છે. રાજ્ય બહાર પંજાબ અને બિહારમાં સંવેદનશીલ વિસ્તારની ચૂંટણી દરમિયાનની ફરજો ખંતપૂર્વક બજાવી હતી. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણાવાસના માલધારી કુટુંબમાંથી આવે છે. ગુજરાત રાજ્યના નાયબ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ ખાસ નિયામક બિરેન્દ્ર વાઘુભા રાણાને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે. તેઓ કચ્છમાં 1994થી 20 વર્ષ સુધી સેવા બજાવી ચૂક્યા છે. તેમને 2007માં મુખ્યમંત્રી ચંદ્રક, 2011માં દીર્ધકાલિન અને સરાહનીય સેવાઓ માટે મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક અને હવે 2016માં વિશિષ્ટ સેવા માટે મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે.

પાલનપુર બોર્ડરવિંગ પ્લાટુન કમાન્ડર એમ. જે. જાડેજાને પણ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનવામાં આવશે. 1994થી 2005માં ભુજ, 2006થી 2010 સુધી જામનગર અને 2011થી 2013 સુધી નલિયામાં સેવારત હતા.

બી. વી. રાણા

એમ. જે. જાડેજા

સી. એમ. દેસાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો