તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગ્રાહકોની અપ્રતિમ સેવાની સાથે બેંકનો આકર્ષક દેખાવ પણ જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકોની અપ્રતિમ સેવાની સાથે બેંકનો આકર્ષક દેખાવ પણ જરૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્તમાનસમયે બેકિંગ ક્ષેત્રે ચાલી રહેલી તીવ્ર હરીફાઇમાં ટકી રહેવા ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા આપવા ઉપરાંત બેંકનું બાહ્ય ડેકોરમ પણ આકર્ષક હોય તે આવશ્યક બની ગયું છે તેવું ભુજની નવી જથ્થાબંધ બજારમાં ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકની આધુનિક શાખાના લોકાર્પણ વેળાએ જણાવાયું હતું.

ભૂકંપ બાદ જથ્થાબંધ બજારમાં શરૂ કરાયેલી શાખાને નવા રંગરૂપ સાથે આધુનિક બનાવાતાં ચેરમેન ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે રિબિન કાપીને ખુલ્લી મુકાઇ હતી. પ્રસંગે યોજાયેલા સ્નેહમિલનમાં ઉપસ્થિત જથ્થાબંધ વેપારીઓને મેનેજિંગ ડિરેક્ટર હિતેશ ઠક્કરે આવકાર્યા હતા. વાઇસ ચેરમેન રિતેશ છેડાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.

નિશાંત ઠક્કર, જયેશ સચદે, કમલેશ ઠક્કર, મેહૂલ ઠક્કર, મહેન્દ્ર એલ. ઠક્કર, અનિલ શાહ, ગૌતમ ઠક્કર, નયનભાઇ પટવા, મહેન્દ્ર ડી. ઠક્કર સહિતનન ડાયરેક્ટર્સ તેમજ શશિકાંત ઠક્કર, વિશનજી ઠક્કર, મધુકરભાઇ ઠક્કર, યોગેશભાઇ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1997માં ભીડ બજારમાં શાખા ચાલુ કરાયાના એક વર્ષ બાદ તેનું પણ નવીનીકરણ કરાયું હતું.

કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર ધીરેન મજેઠિયા અને શાખા મેનેજરો હેમંત પલણ, જયેશ શાહ, અમિત સોમપુરા, ચેતન ઠક્કર તેમજ સ્ટાફ ગણે સંભાળ્યું હતું.

જથ્થાબંધ બજારમાં બેંકની શાખાનું ઉદ્દઘાટન કરતા અગ્રણીઓ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો