તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ ST 3દિવસમાટે 50રૂટોનેટૂંકાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ ST 3દિવસમાટે 50રૂટોનેટૂંકાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રીપોર્ટર. ભુજ

આગામી15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણીને ધ્યાને રાખી કચ્છ જિલ્લાની 50 બસ સૌરાષ્ટ્ર ઝોનને ફાળવાઇ છે.

ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વ મોરબી ખાતે ઉજવવા અંગેની જાહેરાત ભાજપ દ્વારા વહેલેથી કરી દેવાઇ હતી અને કાર્યક્રમ તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાવાનું નક્કી હતું, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં રાજ્યમાં તખ્તા પલટનું જે નાટક ચાલ્યું અને બહેને રાજીનામું ધરી દેતાં હવે કાર્યક્રમ નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાવાનો છે અને હવે ઉજવણી માત્ર સ્વતંત્રતા પર્વની ઉજવણી રહી જતાં જાણે રૂપાણીના ટેકેદારોનું શક્તિ પ્રદર્શન હોય તેવી તડામાર તૈયારીઓ મોરબીના આંગણે ચાલી રહી છે, જેના પગલે સમગ્ર રાજ્યની એસ.ટી. બસો કાર્યક્રમમાં તૈનાત રહેવાની છે, જેમાં કચ્છ ડેપોની 50 બસ શનિવાર સાંજથી લઇ સોમવાર મોડી રાત્રિ સુધી એમ ત્રણ દિવસ મોરબી ખાતે રોકાણ કરવાની છે, ત્યારે અન્ય પાસા ચકાસીએ, તો હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં કચ્છના અનેક શિવાલયોમાં વિવિધ મેળા મલાખડાઓ યોજાતા રહે છે. સિવાય અન્ય તહેવારો નિમિત્તે તેમજ વખતે સોમવારે 15 ઓગષ્ટ્રની જાહેર રજા સાથે શનિ-રવિનો સુયોગ આવતો હોવાથી તેમજ તરત પતેતી અને રક્ષાબંધનની રજા આવી જતી હોવાથી સળંગ 6 દિવસની રજા એક લાઇનમાં આવી જતી હોવાથી સરકારી કર્મચારીઓમાં આને લઇ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ માત્ર કચ્છમાંથી એક સાથે 50 રૂટની બસો સૌરાષ્ટ્રને ફાળવી દેવાતાં મુસાફરોને તકલીફ પડશે જ, જેમાં શંકાને સ્થાન નથી.

સિવાય સ્થાનિક અને અંતરિયાળ ગામોમાં વસતી ગ્રામીણ પ્રજા પણ તહેવારોના દિવસોમાં એકથી બીજે ગામ મુસાફરી કરતા હોય છે, જેમાં ખાસ કરીને કચ્છમાં વસતી બહેનો રક્ષાબંધનના દિવસે ભાઇના ઘરે જઇ રાખડી બાંધવા મહિનાઓ પહેલાંથી ઉત્સુક હોય છે અને કચ્છના ઘણા એવા ગામો છે, જેમાં જવા આવવા માટે માત્ર ને માત્ર એસ.ટી. એકમાત્ર વિકલ્પ હોય છે, ત્યારે આવા ગામોમાં વસતા પિયર કે ભાઇના ઘરે જવા માગતી બહેનોને નિરાશ થવું પડે તેવું હાલની પરિસ્થિતિઓને જોતાં જણાઇ રહ્યું છે.

હાલ ભુજ એસ.ટી. ડેપોના મનેેજર આચાર્ય રજામાં હોતા તેમની જગ્યાએ વધારાના ચાર્જમાં મૂકાયેલા ચૌધરીનો ટેલીફોનિક સંપર્ક સાધવામાં આવ્યો, ત્યારે તેમણે અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મોરબી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ત્યાં વધારાની બસો મૂકવાની હોતા શનિવાર સાંજથી લઇ સોમવાર મોડી રાત્રિ સુધી કચ્છના વિવિધ રૂટોની બસોને કેન્સલ કરવામાં આવી છે, જેમાં નખત્રાણા ડેપોની 7 બસ તે રીતે અંજાર ડેપોની 7, માંડવી ડેપોની 7, મુન્દ્રા ડેપોની 5, નલિયા ડેપોની 5, રાપર ડેપોની 5, ભચાઉ ડેપોની 5 અને ગુર્જર નગરીની 9 બસો મળી કુલ 50 બસો ફાળવાઇ છે. તો થઇ તેમની વાત, પરંતુ પ્રથમ નજરે જોઇએ, તો એવા ડેપો કે તાલુકાઓ છે, જેને ઘણા બધા ગામડાઓ લાગુ પડે છે અને તેમાં આવવા જવા એસ.ટી. સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

ડેપોની બસો મોરબી ફાળવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો