તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વરાડિયાની નાની તલાવડીમાં ડૂબવાથી યુવાનનું અકાળે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાડિયાની નાની તલાવડીમાં ડૂબવાથી યુવાનનું અકાળે મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાતાલુકાના વરાડિયા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 25 વર્ષીય યુવાનનું મોત થયું હતું.

કોઠારા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ અમરવાંઢના રજાકછા મલુકછા પીરજાદા શનિવારે બપોરે 3 વાગ્યે વરાડિયા ગામની પૂર્વે 2 કિ.મી. દૂર સીમમાં ઘેટાં-બકરાં ચરાવવા ગયો હતો, જે સીમમાં આવેલી નાની તલાવડીમાં ન્હાવા ગયો હતો, પરંતુ અચાનક પાણીમાં ગરક થઇ ગયો હતો. મોડે સુધી ઘેર પરત ફરતાં પરિવારજનોએ તપાસ કરી હતી, જેમાં તલાવડીમાં તેની લાશ મળી આવી હતી. જોકે, સૂત્રોએ કહ્યું હતું કે, તલાવડી નાની છે અને હજુ ઓગની પણ નથી. ડૂબી જવાય એટલું પાણી પણ નથી. છતાં પણ ચીકણી માટી કેટલીકવાર મોતનું કારણ બનતી હોય છે એવું જાણકારોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો