તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરાઉન્ડ કચ્છ ભાવિનવોરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જય રૂપાણીને તો કચ્છની અને કચ્છ ભાજપની જાણે કોઇ ગણના કરી. એક માત્ર સંસદિય સચિવનું પદ આપીને કચ્છના ધારાસભ્યો પર હાથ રાખ્યો છે. આમ થવાથી કચ્છ ભાજપ રાજી થયો હશે પણ જિલ્લાની અવગણના થઇ છે તે મુદ્દો પણ સતત સપાટી પર રહેવો સત્તાકારણ માટે હિતાવહ છે. અગાઉની સરકારોમાં મુખ્યમંત્રી, ઉદ્યોગમંત્રી, નાણા મંત્રી, વિવિધ બોર્ડ નિગમના ચેરમેન સાથે રહ્યા હોય તેમ પણ નોંધાયું છે. હાલે કેબિનેટ મંત્રી અને એટલીસ્ટ એક રાજ્યમંત્રી મળવાની અપેક્ષાઓ અને ચર્ચાઓ વચ્ચે ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારહ આના જેમ થયું.

વાત ત્યાં અટકી કે, નવા માહોલમાં કચ્છ ભાજપનું સ્થાનિક સંગઠન ભલે નબળું પડતું જતું હોય પરંતુ મતદારો તો ભાજપ માટે સબળ રહ્યા છે. ઔદ્યોગિકરણ હોય કે પ્રવાસન હોય રાજ્ય સરકારોને કચ્છ યાદ આવતું હોય છે. કચ્છમાંથી 2012માં ભાજપની પાંચ બેઠક મળી. તમામનો વિજય ચારથી હજાર મતોની લીડથી થયો છે. કચ્છીઓની ખુમારી નામનો શબ્દ વટાવીને ભોળા મતદારોનો પવિત્ર હક્ક પોતાની ઝોળીમાં ઠલવી લ્યે છે. જોકે પણ રાજકારણનો અેક ભાગ છે. પરંતુ જ્યારે ભલમનસાઇને નબળાઇ તરીકે જોવામાં આવે તો મતદારોએ સમય જતાં જાગવું પડ્યે.

ભાજપનો ગઢ ગણાતા કચ્છને છેલ્લા દોઢ વર્ષ માટે જાણે રાખી દેવામાં આવ્યું છે. કેબિનેટસ્તરના મંત્રીને લેવાની લાયકાત ઉભી થઇ હોય ત્યારે સચિવનો હોદ્દો આપીને માત્ર માન રાખવા ખાતર માન રાખ્યું છે. વિજયભાઇની ટીમમાં નવા અને યુવાન મંત્રીઓને જવાબદારી સોંપવામાં અાવી છે. સારુ નવા લોકપ્રતિનિધિઓનો લીટમસ ટેસ્ટ થઇ જશે. પણ જે વિસ્તારે સતત ભાજપ તરફી ઝોક આપ્યો છે અને એક પ્રકારે ભાજપ ભક્તિ કરી છે ત્યાંના મતદારોની જાણે મજાક થઇ હોય તેમ ચિત્ર ઉભું થયું છે. પક્ષની શિસ્તના નામે ધારાસભ્યોથી માંડીને તમામ હોદ્દેદારો કે કાર્યકરો કોચવણ અનુભવે અને જાહેરમાં બોલી શકે પરંતુ 2017માં જો તેમને તક આપવામાં અાવે તો મતદારોને શું જવાબ આપવો સવાલ ઉભો થાય છે. મતદારો સર્વોપરિ છે સનાતન છે. પણ જ્યારે સત્તાધારીઓ આવી અવગણના કરતા હોય ત્યારે મતદારોની અવગણના મૂર્ખતામાં ખપી જાય છે પણ વિચારવું જોઇએ. ભાજપી વેવ્ઝમાં તણાઇને મતદાન કરી નાખવા કરતાં આપણે એટલે કે જિલ્લાને શું ફાયદો પરિબળ હવે વિચારવું પડશે.

કચ્છ જિલાલને બહારના લોકો પછાત ગણતા હોય છે પણ હવે ચિત્ર બદલાયું છે ત્યારે ભગવું રાજકારણ પછાત થયું હોય તેમ સમજાયું છે. લોકપ્રતિનિધિઓ માત્ર અનુદાનના મસ મોટા આંકડા જાહેર કરીને કે વિકસિત ગામોને દત્તક લઇને માત્રને માત્ર વિકાસના બણગાં ફૂંકે એનાથી લોકોને કંઇ વળવાનું નથી. લાંબા ગાળાના કામો લાંબા ગાળે થતા હોય છે, તેમાં પણ ગોબાચારી કે નબળી કામગીરી અથવા વહીવટી નબળાઇના આક્ષેપો ઉભા થતા હોય છે. એટલે અહીં લખવાનું તાત્પર્ય કે સરકારમાં હોલ્ડ જાળવીને કચ્છને કેટલી ગતિથી આગળ વધારવું મુદ્દે ઠોસ કામગીરીનો અમલ વિકાસ ગણી શકાશે. નારાયણ સરોવરમાં નર્મદાના નીર ભરવાના મુદ્દા હોય કે, અંજારના વિરાંજલિ સ્મારકનું કામ હોય અથવા ભુજમાં ભુજિયાની તળેટીમાં આકાર લેતા સ્મૃતિ વન અને તેની આસપાસના દબાણોનો મુદ્દો હોય, હમીરસરને કાંકરિયા જેવું બનાવવાની ધીમી ગતિ કે મુન્દ્રા અને નખત્રાણાને નગરપાલિકા જાહેર કરાવવાનો મુદ્દો હોય. આમાંથી ઉકેલ કેટલી ઝડપથી કાઢવો અને નિર્ણયાત્મક પ્રક્રિયા પર પાડવી લોકોને ઉડીને આંખે વળગતું હોય છે અને આવા મુદ્દા સરકારમાંથી અમલી બનાવવાની કુનેહ ધારાસભ્યો કે સત્તાધારી પક્ષમાં હોય તે પછાત મનાઇ ગયેલા કચ્છ માટે અનિવાર્ય છે. બાકી પછાતપણું કચ્છનુ અેટલા માટે સાબિત થતું રહે કે લોકપ્રતિનિધિઓની નબળાઇ જિલ્લાવાસીઓના ખભ્ભે મૂકી દેવાય છે. તાજેતરમાં ગાંધીનગર સ્તરે ચર્ચાયેલી અને કચ્છ સુધી પહોંચેલી બાબત પણ રહી હતી કે સંગઠને જરૂરી રજૂઆત કરી નહીં અથવા રજૂઆત કરવામાં વિફળ રહ્યું, સંબંધિતો પોતાને સ્થાન મળે માટે પણ વિનવણી કરી આવ્યા. પણ કંઇ ઉકાળી શક્યા નહીં. સરવાળે કચ્છ સામે એવો સવાલ ઉભો થયો કે પ્રતિનિધિઓમાં એકતા નથી તો રાજ્યસ્તરે સરકારની ભાગિદારીમાં શું રાજકીય સેવા કરી શકશે ?

કચ્છનું ભગવું રાજકારણ પણ પછાત નિવડ્યું

જો કચ્છને કોઇ સરકાર સ્થાન આપતી હોય તો આપણે ખુમારી નામના પ્રશંસાવાળા શબ્દથી પોરસાઇ જવું ઉચિત નથી

વી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો