તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજના હિલગાર્

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |ભારતનગરની કૈલાસ સોસાયટીમાં કોઇ વ્યક્તિ દ્વારા જમીન પર દબાણ કરી નાખતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ એસપી કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. કોઇ વ્યક્તિને જમીન સંભાળવા આપ્યા બાદ તેના દ્વારા કબજો લઈ લેવાયો હોવાની રાવ તેમણે પોલીસ સમક્ષ કરી હતી.


ભુજ |ભુજના હિલગાર્ડનમાં હવેથી દર રવિવારે લોકોની ફરમાઇશ પર આધારિત સાંગીતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત બગીચામાં બેસવા માટે નવા બાંકડા મુકાઇ રહ્યા છે, દાતાઓને સહયોગી બનવા અનુરોધ કરાયો છે. છેલ્લા 12 વર્ષથી રોટરી ક્લબ દ્વારા ચલાવાતા ગાર્ડનના અેમ્ફી થિયેટરમાં તા. 21/8થી દર રવિવારે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાશે, જેના માટે કોઇ ચાર્જ લેવામાં નહીં આવે. દરમિયાન, બેસવાની સુવિધા વધારવાના આશયથી તાજેતરમાં તિલકભાઇ કેશવાણી તરફથી 20, ડો. અરૂણ પરીખ તરફથી 5 અને ડો. હાર્દિક દરાડના પ્રયત્નોથી 7 બેન્ચની ભેટ મળી છે. હજુ 40 જેટલા નવા બાંકડા મૂકવાના હોવાથી દાતાઓને સંપર્ક કરવા પ્રમુખ નવીન કંસારાની યાદીમાં જણાવાયું છે.

ફરિયાદ | કૈલાસ સોસાયટીમાં દબાણના વિરોધમાં લોકોની પોલીસને રાવ

સુવિધા | હવે રવિવારની સંધ્યા ભુજના હિલગાર્ડનમાં બનશે સૂરીલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો