તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શિક્ષણ માટે ગ્રામીણ લોકો જાગૃત થાય : આનંદીબેન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ માટે ગ્રામીણ લોકો જાગૃત થાય : આનંદીબેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આનંદીબેનછેલ્લા બે દિવસથી કચ્છના પ્રવાસે છે. શનિવારે ખાવડા ઉપરાંત બન્ની પચ્છમની મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ હોડકા ગામે કારીગરોને મળ્યા હતા. ખાવડાની કન્યા શાળામાં સેતુ સંવાદ દ્વારા શૈક્ષણિક અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને 2000ની સાલથી વિસ્તાર સાથે નાતો છે તેવું જણાવ્યું હતું. શિક્ષણ માટે જાગૃત થવા હાકલ કરી હતી. ઝુરા, સુમરાસર, ખાવડા વિસ્તારમાં એક વાત દોહરાવી હતી અને મુલાકાત તેમની પરિવાર સાથેની અંગત મુલાકાત ગણાવી હતી. કોઇ પણ રાજકીય ટિપ્પણી અને ઉત્તરોથી દૂર રહ્યા હતા.

વિવિધ કલા કારીગરોની મુલાકાત વખતે તેમણે કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું. પ્રવચનમાં પોતે શિક્ષણમંત્રી હતા ત્યારથી શિક્ષણમાં સુધારો આવ્યો છે, છેલ્લા 50 વર્ષમાં શિક્ષણમાં જે નથી થયું તે 18 વર્ષમાં થયું છે તેવું કહ્યું હતું. દરમિયાન હાવભાવ પરથી તેઓ સત્તાવિહોણા હોવાનું જણાઇ આવતું હતું. લોકો બેનને સાંભળવા કરતાં તેમનો હોદ્દો ગયો છે તેની ચર્ચા વધારે કરી રહ્યા હતા. દિકરી અને જમાઇના વખાણ કરતાં બેને ઉમેર્યું હતું કે વિસ્તારમાં તેમની દિકરી અને જમાઇ દ્વારા સારૂં કામ કરવામાં આવ્યું છે. જોકે દરમિયાન તેમના પુત્રી અનારબેન સંવાના કાર્યક્રમ વખતે દૂર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના અગ્રણી હીરાલાલ રાજદે જિલ્લા પંચાયતના સભ્ય રસિકભાઇ સમા, પ્રાણલાલ ઠક્કર, ગનીભાઇ, સમીરભાઇ, ભાજપ અગ્રણી તૈયબભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામીણ વિસ્તારમાં ફર્યા બાદ વિદેશ જવાની શકયતા

ખાવડાબાદ તેઓ ગાંધીના ગામ લુડિયા ગયા હતા. ગામમાં ઘરોઘર ફરી લોકોના ખબર અંતર પૂછ્યા હતા. ગામમાં ફરવાથી લોકોમાં એવું ચર્ચાઇ રહ્યું હતું કે જ્યારે બેન સત્તામાં હતા ત્યારે તેમને ગામ કેમ યાદ આવ્યું અને હવે સત્તાવિહોણા બન્યા છે ત્યારે ગામ યાદ આવ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બેનના વિદેશ જવાના વિઝા આવી ગયા છે અને ભવિષ્યમાં અમેરિકા આંટો મારવા જાય તેમાં કોઇ નવાઇ નથી.

ઝુરામાંખરકીનું જીવંત નિદર્શન નિહાળ્યું

શનિવારેઝુરા ગામે જાણીતા લોકગાયક અને કોપરબેલના નિષ્ણાત કારીગર જાનમામદ લુહારના મહેમાન બની અડધો કલાક સુધી તેમના કારીગરો પાસેથી ખરકી બનાવવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. પ્રસંગે જાનમામદભાઇ, જયેશ ભાનુશાલી, તુષાર ભાનુશાલી સહિતના અગ્રણીઓએ તેમનું ખાસ સન્માન કર્યું હતું. આનંદીબેને ઝૂરા ઉપરાંત રૂદ્રમાતા, હોડકો અને ખાવડાની પણ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો