તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં 400 દિવ્યાંગો સાથે રક્ષાબંધનની ઉજવણી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં 400 દિવ્યાંગો સાથે રક્ષાબંધનની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવચેતનભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ભુજ તેમજ આજુબાજુના વિસ્તારના 70 ટકાથી વધારે વિકલાંગતા ધરાવતા 400 જેટલા દિવ્યાગમાં ઉત્સાહ અને ઉર્જાઓ સંચાર થાય તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. કન્યાકુંજ અને વિદ્યાવિહારના 250 જેટલા દિવ્યાંગો માટે યોજાનારા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાખડી સ્પર્ધા અને વિવિધ રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરાશે.

દિવ્યાંગ બાલિકાઓ સંસ્થાના કાર્યકર ભાઇઓને રાખડી બાંધશે. અલ્પાહાર સાથે રાખડી સ્પર્ધાના વિજેતાઓને પુરષ્કૃત કરાશે, તે પછીના કાર્યક્રમમાં વાત્સલ્યધામ અંધજન શાળા, ચિલ્ડ્રન હોમ, કે.સી.આર.સી. મેન્ટલ હોસ્પિટલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાશે. ભોજન કરાવાશે. રાખડી બનાવનારી 10 બાલિકાનું અભિવાદન કરાશે અને કે.સી.આર.સી. 22 દિવ્યાંગ બાલિકાઓને ચણિયાચોળી અને શ્રુંગારકિટ અર્પણ કરાશે, તેવું સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો