તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજની ઇજનેરી કોલેજમાં આઝાદી 70 અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની ઇજનેરી કોલેજમાં આઝાદી-70 અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા.9/8થી 23/8 દરમિયાન ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના પરિપત્ર મુજબ આઝાદીના 70મા વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી-70 કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તા. 10/8ના ચિત્રસ્પર્ધા, તા.11/8ના ઇન્ડિપેન્ડન્સ ડે તથા તા. 12/8ના દેશભક્તિના ગીતની સ્પર્ધા યોજાઇ હતી તથા આગામી દિવસોમાં પણ નિબંધલેખન તથા કબડ્ડી, ખો-ખો, 100 મી. રેસ જેવી રમતોની સ્પર્ધાઓ યોજાશે. તા. 11/8ના ઇન્ડિપેન્ડન્સ ડે રનમાં સવારે 8 કલાકે કોલેજના પ્રાંગણથી એકતા ચોકડી થઇ ફરી કોલેજના પ્રાંગણ સુધી દોડનું આયોજન થયું હતું. જેની આગેવાની સંસ્થાના આચાર્ય પ્રો. એમ.વી. ગરાચે કરી હતી.

જેમાં અંદાજે 400 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સ્પર્ધા બાદ યાદ કરી કુરબાની થીમમાં દેશને આઝાદી અપાવનારાઓ, પોતાના પ્રાણની આહુતિ આપનારા દેશભક્તોને યાદ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો