તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપને મારતા પહેલાં થોભજો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પનું નામ પડતા સામેવાળી વ્યક્તિ આસપાસમાં લાકડી કે ધોકો શોધવા મંડી જાય છે, કારણ કે, એક માન્યતા બંધાઈ ગઈ છે કે, દરેક સાપ એટલે ઝેરી. કરડે એટલે સ્વર્ગનું દ્વાર દેખાડી દે, જેનાથી બચવા ગભરાયેલી વ્યક્તિ નાછૂટકે એને મારી નાખે છે. અપવાદ કે નાગ એટલે કે કોબ્રાને ધાર્મિક માન્યતાથી ડરી નથી મારતા અલગ વાત છે, પરંતુ જાણવા જેવું છે કે, ભારતમાં 270 જેટલા ઝેરી-બિનઝેરી સાપ છે. જેમાંથી મોટા ભાગના દરિયાઈ સાપ છે,જમીન પર વસતા ઝેરી સાપનોની સંખ્યા માત્ર ચાર છે, જેમાંથી આપણા કચ્છમાં માત્ર ત્રણ પ્રજાતિ જોવા મળે છે.

કચ્છમાં જોવા મળતા ત્રણ ઝેરી સાપની પ્રજાતિમાં મુખ્યત્વે કોબ્રા એટલે નાગ જોવા મળે છે, જેનું આપણી સંસ્કૃતિમાં \\\'દેવ\\\'નું પૂજ્ય સ્થાન અપાયું છે. કોબ્રાની જાત સિવાય કોઈ પણ સાપ ફેણ ચડાવી શકતા નથી,તેની ગળાની પાંસળીઓ પહોળી કરી ઉભા રહેવાની ક્ષમતાને લીધે અતિસુંદર લાગે છે. 1થી 2 મીટર લાંબા સાપમાં ન્યૂરોટોક્ષિન નામનું ઝેર હોય છે, જે માનવીના જ્ઞાનતંતુને અસર કરે છે. બીજી પ્રજાતિ છે ક્રેઈટ ગુજરાતીમાં જે કાળોતરાના નામે ઓળખાય છે, કચ્છમાં શંખચુરના નામે જાણીતો છે. કાળોતરો ભારતનો સૌથી ઝેરી સાપ છે,એકથી સવા મિટર લાંબા સાપના શરીરમાં જોડમાં બે-બે લીટીઓ હોય છે, રાત્રે ખોરાકની શોધમાં નીકળતો નિશાચર સાપ છે. સ્વભાવે શાંત એવા ઝેરીલા સાપમાં પણ ન્યૂરોટોક્ષિન નામનું ઝેર હોય છે.ઝેરી સાપમાં ત્રીજો સો સ્કેલ વાઈપર ગુજરાતીમાં ફુરસોના નામે ઓળખાય છે. કચ્છમાં જે લોંઢીના નામે જાણીતો છે. બધા ઝેરી સાપોમાં સૌથી નાનો પણ આક્રમક સાપ છે. મહત્તમ કચ્છના રણમાં જોવા મળતો સાપ બચ્ચાને જન્મ આપે છે. શરીર પરના ભીંગડા ઘસીને લાકડામાં કરવત ચાલતી હોય તેવો અવાજ કરે છે. જેની લંબાઈ અંદાજે 80 સેન્ટીમીટર જેટલી હોય છે. તેમાં હિમોટોક્ષિન ઝેર હોય છે. જે માણસના શરીરમાં લોહીના કણો પર ગંભીર અસર કરે છે.

સાપની માહિતી પર વધુ વાત કરતા વન્યજીવ સંશોધક અક્ષિત સુથારે જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે સાપ કરડવાના જેટલા કિસ્સા બને છે, તેનાથી મરણ પામનારાની સંખ્યા આશરે 100 વ્યક્તિ દીઠ 3 જેટલી છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ ગભરામણથી કે સમયસર યોગ્ય સારવારના અભાવે મૃત્યુ પામે છે. સાપનું પ્રકૃતિમાં અદકેરું સ્થાન છે, કારણ કે, દેશમાં અબજો રૂપિયાના અનાજ અને કિંમતી ચીજ વસ્તુઓને નષ્ટ કરતા ઉંદરો અને કિટકો સાપનો મુખ્ય ખોરાક છે. દેશના કુલ ઉત્પાદનના 15 ટકા અનાજ ઉંદરો બગાડી નાખે છે. ઉંદરોના ઉપદ્રવથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય સાપની હાજરી છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો લકવા અને શરીરમાંથી લોહીને વહેતું બંધ કરવા કે જમાવવામાં મદદરૂપ થાય તેવી દવા સાપના ઝેરમાંથી બને છે, તો આપને જાણીને નવાઈ લાગશે કે સાપના ઝેરથી બચવાની દવા પણ સાપના ઝેરમાંથી બને છે. સાપ વિશેની અમુક સાચી માહિતી પર પ્રકાશ પાડીએ, તો સાપ પોતાની લંબાઈનો ત્રીજો ભાગ કોઈ પણ પ્રકારના આધાર વિના ઉંચો કરી શકે છે, સાપનું સરેરાશ આયુષ્ય 12થી 15 વર્ષનું હોય છે. સાપ દૂધ પીતો નથી અને તેને બદલો લેવાની યાદશક્તિ પણ નથી હોતી, જે ગેરમાન્યતા છે. સાપને સ્વાદની ખબર નથી પડતી તો સાપ રૂપ પણ બદલતો નથી જે અંગે કેટલીય લોકવાયકાઓ આજે પણ પ્રવર્તે છે.

નવાઈ પમાડે તેવી વાત છે કે,બધા સાપ પાણીમાં તરી શકે છે, તો નાના સાપ દરરોજ ખોરાક લે છે, જ્યારે મોટા સાપ અઠવાડિયું કે મહિનો ખોરાક વગર ચાલવી શકે છે. સાપના દુશ્મનની વાત કરીએ તો માનવ, નોળિયો, મગર, ઘો, શિકારી પક્ષીઓ અને બીજા સાપ છે. સાપ કરડે તો શું કરવું ω, અંગે સમજ આપતા સાપના નિષ્ણાત દિપક ગોસ્વામીએ જણાવ્યું કે, સૌ પ્રથમ જોવું કે જ્યાં સાપ કરડ્યો ત્યાં દાંતના કેટલા નિશાન છે. ઝેરી સાપ કરડે તો તેના માત્ર બે દાંતના નિશાન ઉપજે છે, તો આખા જડબાનું નિશાન હોય તો તે બિનઝેરી છે. જયારે ઝેરી સાપ કરડે ત્યારે તે ભાગને સ્વચ્છ કરી ઢાંકી દેવો, ત્યારબાદ દંશથી હૃદય તરફના ભાગે પાટો બાંધવો જેથી ઝેરનું પરિભ્રમણ અટકે. પાટો અત્યંત મજબુત બાંધવો. ત્યારબાદ તાત્કાલિક વિષ પ્રતિરોધક રસી રાખતા દવાખાના કે ડોક્ટર અથવા 108નો સંપર્ક કરવો. સાપ કરડે ત્યારે ભુવા, જંતર-મંતરના અખતરા કરવા જોઈએ.ગરમીની ઋતુ શરૂ થતા અવાવરુ જગ્યા, જમીન પર બેસવા કે સુવાનું ટાળવું જોઈએ. સૂકાયેલા ઘાસ, બળતણ કે પથ્થરના ઢગલા સાપને રહેવા માટે અનુકુળ હોતા ત્યાં જતા સાવચેતી દાખવવી, ઉપરાંત રાત્રિના સમયે ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં સાપથી સુરક્ષિત રહેવા પાણી અંદરથી બહાર જવાનો રસ્તો જાળીથી ઢાંકી દેવો અને ઘરના પોલાણો પૂરી સાપને ઘરમાં આવતો રોકી શકાય છે.

સા

અન્ય સમાચારો પણ છે...