તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બજારમાંથી વીજળી ખરીદવાની મનાઇ થતાં કચ્છના ઉદ્યોગો સંકટમાં

બજારમાંથી વીજળી ખરીદવાની મનાઇ થતાં કચ્છના ઉદ્યોગો સંકટમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના17 સહિત રાજ્યના 150 જેટલા ઔદ્યોગિક એકમો અત્યાર સુધી ખુલ્લી બજારમાંથી વીજળી ખરીદીને તેનો વપરાશ કરતા હતા, પણ ત્રણેક દિવસ પહેલાં તેના પર રોક લગાવીને અંગેનું લાઇસન્સ રદ્દ કરી દેવાતાં એકમો સંકટમાં મુકાયા છે. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (એસએલડીસી) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયનો વિરોધ કરતાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકીઆ)એ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવા માંગ કરી છે.

અંગે ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યૂલેટરી કમિશનના સેક્રેટરી સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યમાં વર્તમાન સમયે 150 જેટલા ઉદ્યોગો એક્સ્ટ્રા હાઇ ટેન્શનના વીજ જોડાણો ધરાવે છે, તેમને બજારમાંથી વીજળી ખરીદવાની છૂટ હતી, પણ અચાનક તેના પર મનાઇ ફરમાવી દેવાતાં એકમો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષ 2014થી ચાલી રહેલા વિવાદાસ્પદ મુદ્દો જર્ક સમક્ષ છે અને કોઇ નિર્ણય લેવાયો નથી તેમ છતાં સંબંધિત ઉદ્યોગોના લાઇસન્સ મનસ્વી રીતે રદ્દ કરી દેવાયાં છે, ત્યારે તાત્કાલિક તેને પરત ખેંચવા માંગ કરાઇ હતી.

ફોકીઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ કચ્છમાં 15થી 17 જેટલા ઉદ્યોગો 1થી 4 મેગાવોટ સાથેની એક્સ્ટ્રા હાઇ ટેન્શન લાઇન સાથે કાર્યરત છે. એકમો બજારમાંથી વીજળી ખરીદતા હોવાથી 35 ટકા જેટલી સસ્તી પડે છે. ત્રણેક દિવસ પહેલાં એસએલડીસી અને ગેટકોએ તાત્કાલિક અસરથી તેમના લાઇસન્સ રદ્દ કી દેતાં હાલે તમામ ઉદ્યોગોને દૈનિક પાંચ કરોડ જેટલો વધારાનો વીજળી ખર્ચ ભોગવવો પડે છે. સરકારે અગાઉ જાહેર કરેલી રાહતોની સમયમર્યાદા પૂરી થઇ જતાં મોટા ગજાના ઉદ્યોગો માટે એકમાત્ર રાહત રૂપી વીજળીની ખરીદી પણ બંધ કરી દેવાઇ છે. ઓપન માર્કેટમાંથી વીજળી ખરીદવાની છૂટ આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...