• Gujarati News
  • National
  • યુપીથી મમ્મીનો ફોન આવ્યા બાદ યુવતીએ પોતેજ ચોટલી કાપી : ચોથી ઘટનામાં નવો ખુલાસો

યુપીથી મમ્મીનો ફોન આવ્યા બાદ યુવતીએ પોતેજ ચોટલી કાપી : ચોથી ઘટનામાં નવો ખુલાસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંરવિવારે સંકુલની ત્રીજી અને કચ્છની ચોથી ચોટલી કાપવાની ઘટના બની હતી. જેને ગણતરીકા કલાકોમાંજ પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને યુવતીએ પોતેજ ચોટલી કાપી એક કાલ્પનીક ઘટના ઘડી કાઢી હોવાનું જણાવ્યુ હતુ.

રવિવારના સાંજે પોતાની ચોટલી કપાઈ ગયાનું કહિ હોસ્પીટલમાં દાખલ થયેલી ગાંધીધામના નવી સુંદરપુરીમાં રીમાબેન જયનાથ નિશાદ (ઉ.વ.30) નિવેદન આપ્યુ હતુ કે તે પોતાના ઘરે હતી ત્યારે એક સ્ત્રી ખુરશી વેંચવા આવી હતી. તેણે તે લેવાની ના પાડતા તે મહિલાએ તેની ચોટલી કાપી નાખી હતી, ત્યારબાદ તે બેભાન થઈ જતા કાંઈ યાદ નથી. પરંતુ ત્યારબાદ પોલીસને બાબત શંકાસ્પદ લાગતા પી.આઈ.ઝાલા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જાત તપાસ આદરી હતી. આસપાસના લોકોના નિવેદન લીધા બાદ અને મોબાઈલ ફોન ચેક કર્યા બાદ બહાર આવ્યુ હતુ કે તે યુવતીની મમ્મી કે જે ઉતરપ્રદેશ રહે છે તેનો ફોન આવ્યો હતો. જેણે કહ્યુ હતુ કે ‘અહિ તારી માસીની દિકરીની લટ કપાઈ ગઈ છે, એટલે તુ ધ્યાન રાખજે’ ત્યારબાદ તેણે છરી લઈ પોતેજ ચોટલી કાપી નાખી હતી અને ઘટના ઘડી કાઢી હતી. આંતરીક સુત્રોના જણાવ્યા અનુસાર યુપીથી તેના ઘરવાળાઓના આવેલા ફોનમાં તેને આવું કરવા અને તેમ કરવાથી કાંઈક ફાયદો થવાની લાલચ અપાઈ હોવાની શક્યતા છે. પોલીસે તેનીજ છરી જપ્ત કરી કેસની વિગતો એકત્ર કરી હતી. ગુજરાત

અનુસંધાનપાના નં. 13

સરકારદ્વારા ચોટલી કાપવાના કિસ્સાઓની તપાસ માટે સીઆઈડી ક્રાઈમની બનાવવામાં આવેલી ખાસ ટીમ સમક્ષ કેસ રજુ કરાશે. કાર્યવાહિમાં ડિવીઝનના નવનિયુક્ત પી.આઈ. વી.એફ. ઝાલા, તપાસનીસ નરેશભાઈ સહિત ડિ સ્ટાફ જોડાયો હતો.

જાતે કાપેલી ચોટલી

અન્ય સમાચારો પણ છે...