• Gujarati News
  • National
  • અતિવૃષ્ટિનો ભોગ બનનારા માટે રાશનકિટ મોકલાવાઇ

અતિવૃષ્ટિનો ભોગ બનનારા માટે રાશનકિટ મોકલાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાસહિતના વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 10થી 12 ટન સામગ્રી પૂરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઇ હતી. સંસ્થાના પ્રમુખની આગેવાની હેઠળ કોઇ પણ નાતજાતના ભેદભાવ વગર જૂના-નવા કપડા, ધાબળા સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓથી ભરેલી ગાડી મોકલાવાઇ હતી અને ટીમ દ્વારા રૂબરૂ જઇને ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. પ્રસંગે સૈયદ અહેમદશા, હાજી ગફુર શેખ, ઇબ્રાહીમ જત, સાલેમામદ પઢિયાર, કાસમશા સૈયદ, અખ્તરશા સૈયદ, સહિતના સેવાકીય કામગીરીમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...