• Gujarati News
  • National
  • કચ્છના અખાતની પર્યાવરણિય ગતિવિધી પર ખાસ અભ્યાસ

કચ્છના અખાતની પર્યાવરણિય ગતિવિધી પર ખાસ અભ્યાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલભારત સહિત વિશ્વના અનેક દેશો કલાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનની વિપરીત ઘણી શકાય તેવી અસરથી પીડાઇ રહ્યા છે. ત્યારે ગ્લોબલ વોર્મીગના કારણે કચ્છના અખાતની પર્યાવરણિય ગતિવિધી પર તેની શું અસર પડી છે તે ચકાસવા માટે હાલમાં એક ખાસ સર્વે અભ્યાસ ચાલી રહ્યો છે.

ગુજરાત ઇકોલોજીકલ કમીશન તેમજ તેને સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્રારા સર્વે અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો છે. અને તેનો વિસ્તૃત અહેવાલ કેન્દ્રના પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ મંત્રાલયને મોકલવામાં અાવનાર છે. ગાઇડ સંસ્થાના સતાવાર સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું કે કચ્છના અખાતમાં અનેક દરિયાઇ જીવસૃષ્ટી વીચરી રહી છ. તો પર્યાવરણને લગતી અનેકવીધ ગતિવિધી માટે કચ્છનો અખાત એક મહત્વનું કેન્દ્ર છે.

ત્યારે કચ્છના અખાતમાં જે પર્યાવરણિય ગતિવિધી એટલેક એન્વાર્યમેન્ટ મોનીટરીંગ થઇ રહ્યું છે. તેનો બારીકાઇ પૂર્ણ અભ્યાસ હાલમાં તજજ્ઞો દ્રારા ચલાવાઇ રહ્યો છે. અભ્યાસ દરમ્યાન ગ્લોબલ વોર્મીગ તેમજ આડેધડ થતા ઐાધ્યોગિકરણની કચ્છના અખાતમાં રહેલી દરિયાઇ જિવસૃષ્ટી પર કેવી અસર પડી રહી છે. તેને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.

સુચીત અભ્યાસ કચ્છના અખાતની પર્યાવરણિય ગતિવિધી માટે અતી મહત્વપૂર્ણ બની રહેશે તેવું ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકાર સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મીગના કારણે કચ્છના અખાતની પર્યાવરણિય ગતિવિધી પર તેની શું અસર પડી છે તે ચકાસવા માટે ખાસ સર્વે ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...