• Gujarati News
  • National
  • ભુજના વેપારીની દુકાન ખાલી કરાવવાનો દાવો નામંજુર

ભુજના વેપારીની દુકાન ખાલી કરાવવાનો દાવો નામંજુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાએક વેપારીને દુકાન ખાલી કરાવવાનો દાવ ભુજ કોર્ટે નામંજુર કરી ફગાવી દીધો છે. અબ્દુલ હમીદ આદમના પાવરદાર તરીકે ભુજના હોસ્પિટલ રોડ પર નિલકમલ પાન સેન્ટર નામની દુકાન ધરાવતા પિયુષ સોલંકી નામના વેપારી વિરુધ્ધ ભુજની કોર્ટમાં મુળમાલિકે દાવો માંડયો હતો. દાવામાં મુંબઇ રેન્ટ એકટ હેઠળ દુકાન ખાલી કરવા,પ્રત્યક્ષ કબ્જો મેળવવા તેમજ ગેરકાયદેસર બાંધકામ કરવા કોઇ અધિકાર નથી તે સહિતનો ખુલાસો મંગાયો હતો. ભુજ કોર્ટના અધિક સિવીલ જજ પી.જી.ગોસ્વામીએ દાવો ખર્ચ સહિત નામંજુર કરવાનો હુકમ ફરમાવ્યો હતો. દુકાન અબ્દુલ રજાક ખલીફાએ સોનારા અબ્દુલહમીદ આદમના પાવરદાર તરીકે પિયુષ સોલંકીને અપાઇ હતી. કોર્ટે બન્ને પક્ષ દ્રારા કરાયેલી દલીલ સાંભળી નિર્ણય સંભળાવ્યો હતો. કેસમાં ભાડુઆત વેપારી તરફે કિરણ ગણાત્રા અને જગદીશ જોશીએ દલિલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...