• Gujarati News
  • National
  • ભુજ |મૂળ માનકુવાના અને હાલે ભુજના વિવેક ગુજરાતી સરદાર પટેલ

ભુજ |મૂળ માનકુવાના અને હાલે ભુજના વિવેક ગુજરાતી સરદાર પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |મૂળ માનકુવાના અને હાલે ભુજના વિવેક ગુજરાતી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ફિઝીક્સ વિષયમાં પી.એચડી થતાં તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે. તેમણે પ્રો. મિલિન્દ દેશપાંડેના માર્ગદર્શન હેઠળ ‘ગ્રોથ એન્ડ કેરેક્ટરાઇઝેશન ઓફ સેમીઓર્ગેનિક નોન લિનિયર ઓપ્ટીકલ ક્રિસ્ટલ’ વિષય પર પોતાનો મહાનિબંધ રજૂ કર્યો હતો. શોધકાર્ય દરમિયાન તેમણે 15થી વધુ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સમાં પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યાં છે. 7 રિસર્ચ પેપર વિવિધ જર્નલ્સમાં પ્રકાશિત થયાં છે. તેઓ હાલમાં કેરાની એચ.જે.ડી. સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સિદ્ધિ | ભુજના પ્રાધ્યાપક ફિઝીક્સમાં ડોક્ટરેટ થયા

અન્ય સમાચારો પણ છે...