તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોકો વચ્ચે જઇને તેના પ્રશ્નને વાચા આપવા પર ભાર મુકાયો

લોકો વચ્ચે જઇને તેના પ્રશ્નને વાચા આપવા પર ભાર મુકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામશહેર કોંગ્રેસ સમિતિની બેઠકમાં લોકોની વચ્ચે જઇ તેના પ્રશ્નોને વાચા આપવા ભાર મુકવામાં આવ્યો હતો. સાથે સાથે વોર્ડ 1, 2 અને 10ના બુથ મેનેજમેન્ટની માહિતી આપી સંગઠન લક્ષી ચર્ચા કરવામાં આવી હતી.

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. અત્યારથી વિવિધ મીટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. વોર્ડ નં. 1, 2 અને 10ના બુથ મેનેજમેન્ટની મીટિંગ તાજેતરમાં ગઢવી સમાજ, સોનલધામ ખાતે યોજવામાં આવી હતી. જેમાં અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢી અવસાન પામેલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભાના પ્રભારી બચાભાઇ આહિરે માર્ગદર્શન આપ્યું હતું. બુથ કમીટીની રચના પેજ પ્રભારીની નિમણુંક અને સંગઠનલક્ષી માહિતી આપવામાં આવી હતી. પ્રમુખ સમીપ જોશીએ દરેક વોર્ડમાં બુથ વાઇસ કમીટી બનાવી વિધાનસભાની ચૂંટણીના કામે અત્યારથી તત્પરતા દાખવી લોકોની વચ્ચે જઇ તેના પ્રશ્નોને વાચા આપવા કામે લાગી જવા હાકલ કરી હતી. અજીત ચાવડા, નિલેશ ભાનુશાલી, દેવરાજ ગઢવી, ખીમજીભાઇ થારૂ, ભરત ગુપ્તા વગેરે હાજર રહ્યા હતા.

પ્રવકતાની નિમણૂક કરવામાં આવી

વિધાનસભાનીચૂંટણીને અનુલક્ષીને રાજકીય માહોલમાં ધીરે ધીરે ગરમી પકડાઇ રહી છે. આવા સમયે મહત્વની જગ્યાઓ ભરવા માટેની કોંગ્રેસે કામગીરી હાથ ધરી છે. કચ્છ જિલ્લાના પ્રમુખ નરેન્દ્ર મહેશ્વરી અને શહેર પ્રમુખ સમીપ જોશી દ્વારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા તરીકે લતીફ ખલીફાની નિમણુંક કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષોમાં ભાજપનું જોવામાં આવે તો પેજ પ્રમુખ સહિતની કામગીરીની સાથે સાથે મહત્વની નિમણુંકો હજુ જાહેર થઇ નથી. આવી રીતે કોંગ્રેસમાં પણ કેટલાક મહત્વના હોદ્દા અને મંડળોની રચના કરવાની બાકી છે.

શહેર કોંગ્રેસ સમિતિની મીટિંગમાં મહત્ત્વની ચર્ચા થઇ

અન્ય સમાચારો પણ છે...