તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘોરાડના મોતનું કારણ ગાંધીનગરથી આવેલી અધીકારીઓની ટીમ તપાસશે

ઘોરાડના મોતનું કારણ ગાંધીનગરથી આવેલી અધીકારીઓની ટીમ તપાસશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિલુપ્તીનાઆરે ઉભૅલુ અને મહિના પહેલા રેડિયો કોલર ટેગ કરાયેલ ઘોરાડ પવનચક્કીની વીજલાઇનમાં ભટકાઈ મોતને ભેટ્યું હોવાનું સામે આવતા બુધવારે ગાંધીનગરથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.

લાલા નજીક સુઝલોન પવનચક્કીની 33 કેવી ટ્રાન્સમિશન લાઈનમાં ભટકાઈ મૃત્યુ પામેલ માદા ઘોરાડના મૂળ કારણ જાણવા અધિકારીઓએ જાત તપાસ કરી હતી.જેમાં ગાંધીનગરથી એ.પી.સી.સી.એફ રામ કુમાર,કચ્છના ઇન્ચાર્જ મુખ્ય વનસંરક્ષક એ.સી પટેલ,પશ્ચિમના ઇન્ચાર્જ ડી.સી.એફ ડો સુચિન્દ્રા,નલિયાના આર.એફ.ઓ અને ગુજરાત રાજ્ય ઘોરાડ સંરક્ષણ સમિતિના સભ્ય સહિતનો કાફલો ઘટનાસ્થળે ગયો હતો.ઘટના અને અવશેષોના પૃથ્થકરણ બાદ અધિકારીઓ ગાંધીનગર જઈ હાઇકમાન્ડને રિપોર્ટ સુપરત કરશે.કચ્છના નલિયામાં માત્ર 20 આસપાસ જયારે ઘોરાડ બચ્યા છે,ત્યારે ગ્રીન એનર્જી અને પુન:પ્રાપ્ય ઉર્જાના નામે પુન: પ્રાપ્ય થઇ શકનાર ઘોરાડનો ભોગ ત્રણ વર્ષમાં બીજી વાર લેવાયો છે તે દુઃખદ બાબત છે. ત્યારે સરકારે વિકાસના નામે વન્યજીવોનો વિનાશ થાય તે પણ જોવું રહ્યું !

ઉપરાંત અબડાસાના તેરા સ્થિત સ્થાનિક સંસ્થાએ પ્રધાનમંત્રીને પત્ર લખી રાષ્ટ્રીય પક્ષીની કેડરના

...અનુસંધાન પાના નં.13

જીવને બચાવવા રજૂઆત કરી છે.ધ કોર્બેટ ફાઉન્ડેશનના ચેરમેન દિલીપ ખટાઉએ ઘોરાડ માટે યમરાજ સમી વીજલાઈનો પર દર પાંચ મીટર પર વૈજ્ઞાનિક ઢબના બર્ડ રીફલેકટર અથવા ડાઇવર્ટર લગાવવા અન્યથા તાત્કાલિક ધોરણે વીજલાઇનનું સ્થળ બદલવા અરજ કરી છે.સંસ્થાના નાયબ નિયામક દેવેશ ગઢવીએ અગાઉ જાન્યુઆરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ધ્યાન દોરી સૂક્ષ્મ અને અનિવાર્ય પગલાં લેવા રજૂઆત કરી હતી.

અહો જીવદયા ! પ્રકૃતિપ્રેમીઓ આજે કરશે ઘોરાડનું ઉઠમણું

માનવીમરે તો બે-ત્રણ દિવસ પછી તેનું ઉઠમણું હોય સ્વાભાવિક છે,પણ પક્ષી સંરક્ષણના અનેરા ઉદેશ સાથે જીવ દયા પ્રત્યેની લાગણીને સંવેદનશીલ બનાવવા માટે ઘોરાડને શ્રધાંજલિ આપવા બેસણાનું આયોજન ગુરુવારના રોજ ભુજ મધ્યે આવેલ રાજેન્દ્ર બાગમાં સાંજે ૫:૩૦ થી ૬:૩૦ ના સમય દરમિયાન કરાયું છે.આ કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા કચ્છ જે કારાયલ જો કેકારવ,પેલીકન નેચર કલબ,સહજીવન,કચ્છ પર્યાવરણ સંઘ અને કચ્છ નેચર ક્લબ સહિતની સંસ્થાઓ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...