તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોડકી ગ્રામ પંચાયતે વાવેલા વૃક્ષ ઉખેડી ધાકધમકી થતા તંગદિલી

કોડકી ગ્રામ પંચાયતે વાવેલા વૃક્ષ ઉખેડી ધાકધમકી થતા તંગદિલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કોડકી ગામમા ગ્રામજનોએ ગેરકાયદે વાડા હટાવી વૃક્ષ વાવવા માટે કાંટાળી વાડના થાંભલા ખોડ્યા હતા, જેને ઉખેડી ફેંકી ધાકધમકી થતા ગામમાં તંગદિલી ફેલાઇ હોવાના હેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ગ્રામ પંચાયત હસ્તકની ખુલ્લી જમીન આવેલી છે, જેથી ગામના યુવાનોએ ગામને લીલુંછમ્મ કરવાના ઇરાદાથી વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું હતું, જે માટે ગ્રામ પંચાયતે ગેરકાયદે વાડા હટાવ્યા હતા અને ગામના યુવાનોએ જમીનને ફરતે વૃક્ષના છોડના રક્ષણ માટે કાંટાળી વાડ બનાવવા થાંભલા ખોડવાનું શરૂ કર્યું હતું. સાંજના ભાગે યુવાનો સિમેન્ટના થાંભલા ખોડતા અને તે કાર્યવાહી રાતના 10 વાગ્યા સુધી ચાલતી હતી, પરંતુ બે ત્રણ દિવસ બાદ મોડી રાતે કોઇએ થાંભલા ઉખેડી નાખ્યા હતા, જેથી ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. જે દરમિયાન માનકુવા પોલીસ સ્ટેશનમાં કોડકીના સરપંચના પતિ દેવજી કેશા મહેશ્વરીએ પોલીસ ફરિયાદ કરી હતી કે, તેમને ઇમ્તિયાઝ અબુબકર લુહાર નામની વ્યક્તિ સોમવારના રાત્રે કોલ કરી પીએચસી પાસેની જમીન ખાલી કરાવી દેવા અપશબ્દો બોલી ધાકધમકી આપતા હોવાનું લખાવ્યું હતું. આમ સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

વૃક્ષારોપણ માટે લગાવાયેલી કાંટાળી વાડને હટાવી દેવાઇ

ગેરકાયદે વાડા હટાવી ગ્રામજનોએ લગાવેલી કાંટાળી વાડના થાંભલા પણ પાડી દેવાયા

અન્ય સમાચારો પણ છે...