તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ મંદિરના અક્ષરવાસી સંતનો દેહ પંચમહાભૂતમાં વિલીન

ભુજ મંદિરના અક્ષરવાસી સંતનો દેહ પંચમહાભૂતમાં વિલીન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારનારોજ અક્ષરવાસી થયેલા ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતની બુધવારે સવારે નીકળેલી પાલખીયાત્રામાં પટેલ ચોવીસીના ગામો ઉપરાંત સંતો-હરિભક્તો બહોળી સંખ્યામાં ભગ્ન હૃદયે હાજર રહ્યા હતા. સંતની ગુણાનુવાદ સભા શુક્રવારે યોજાશે. મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ આપેલી વિગતો મુજબ મંગળવારે ભગવાન સ્વામિનારાયણનું નામ સ્મરણ કરતાં-કરતાં દેવલોક પામેલા સ્વામી ભક્તિવલ્લભદાસજી (ઉ.વ. 83)ની પાલખીયાત્રા ભુજ મંદિરેથી નીકળી હતી. મંદિર હસ્તકના રાવલવાડી સ્થિત સંત સ્મશાનગૃહમાં તેમના શિષ્યો સ્વામી દેવજીવનદાસજી અને સ્વામી આનંદવલ્લભદાસજીએ તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. પાલખીયાત્રામાં મંદિરના મહંત પૂરાણી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી, સ્વામી કેશવપ્રસાદદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સ્વામી હરિદાસજી, દેવકૃષ્ણદાસજી, કોઠારી દેવપ્રકાશદાસજી અને નારાયણ મુનિદાસજી, જગતપાવનદાસજી, મુકુંદજીવનદાસજી, ધર્મચરણદાસજી, સ્વામી કેશવજીવનદાસજી, સ્વામી ધર્મપ્રકાશદાસજી આદી સંતમંડળ ઉપરાંત મુખ્ય કોઠારી રામજી વેકરીયા, ઉપકોઠારી મુરજી શિયાણી સહિતના મંદિરના ટ્રસ્ટીઓ-હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અક્ષરવાસી સંતની ગુણાનુવાદ સભા 14મી જુલાઇ, શુક્વારે સવારે 8 વાગ્યે ભુજ મંદિરના નરનારાયણદેવ સભામંડપમાં રાખવામાં આવી છે.

સ્વામી ભક્તિવલ્લભદાસજીની ગુણાનુવાદ સભા શુક્રવારે યોજાશે

અન્ય સમાચારો પણ છે...