તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • STના કરાર આધારિત કર્મીઓને જિલ્લા ફેર બદલીની મંજૂરી

STના કરાર આધારિત કર્મીઓને જિલ્લા ફેર બદલીની મંજૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી.તંત્રે કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઓની જિલ્લા ફેર બદલી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ નવા પરિપત્રથી પ્રતિબંધ હટાવી લેવાયો છે, જેથી જિલ્લા ફેર બદલીને મંજુરી મળી ગઇ છે.

કચ્છ (ભુજ) વિભાગ એસ.ટી. મઝદૂર સંઘના પ્રમુખ નરસંગજી વાઘેલા અને જનરલ સેક્રેટરી ઇશ્વરગર ગુંસાઇએ વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઓની કરારની શરતો અને બોલીઓમાં બદલી અને પ્રતિનિયુક્તિ અંગે જોગવાઇ હોવા છતા તાબાની કચેરીઓ દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સમયાંતરે બદલી અને પ્રતિનિયુક્તિ કરવામાં આવતી હતી, જેથી 2015ની 1લી ઓગષ્ટના પરિપત્રથી નિયંત્રણ મૂકાયો હતો.

ત્યારબાદ નવા જિલ્લા તાલુકાઓની રચના થવાથી 2016ની 17મી જૂનથી કર્મચારીઓને જૂના જિલ્લામાંથી નવા જિલ્લામાં આંતરિક બદલીની મંજુરી અપાઇ હતી, જેમાં પણ હવે સુધારો કરવામાં આવ્યો છે અને હવે 2017ની 5મી જુલાઇથી 2 વર્ષ પૂરા કરનારા પુરુષ કર્મચારીઓ અને 1 વર્ષ પૂરું કરનારી મહિલા કર્મચારીઓની અરસપરસ જિલ્લા ફેર બદલીને મંજુરી આપવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવે પરિપત્ર બહાર પાડ્યો છે.

2 વર્ષ પૂરા કરનારા પુરુષ અને 1 વર્ષ પૂરું કરનારી મહિલાની અરસપરસ બદલી સંભવ બનશે

અન્ય સમાચારો પણ છે...