તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોડકીના મહિલા સરપંચના પતિને જમીન ખાલી કરવા મુદ્દે ધમકી

કોડકીના મહિલા સરપંચના પતિને જમીન ખાલી કરવા મુદ્દે ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનજીક આવેલા કોડકી ગામે સરકારી જમીન પચાવવા મહિલા સરપંચના પતિને ગાળો બોલી ધાકધમકી કરનારાં અને જમીન પર લાગેલા ફેન્સીંગના થાંભલા તોડી નાખવા બદલ ગામના શખ્સ વિરૂધ્ધ સરપંચ પતિએ ફરિયાદ નોંધાવી છે.

ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઇ કેશાભાઇ મહેશ્વરી (ઉ.વ.38)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે કોડકી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલી સરકારી જમીન પોતાની માલિકીનું હોવાનું જણાવી ગામના ઈમ્તિયાઝ અબુબકર લોહારે દેવજી મહેશ્વરીને ફોન પર ગાળો બોલી જમીન પોતાની હોવાનું અને તે ખાલી કરી દેવાનું કહી ધાકધમકી કરી હતી. એટલું નહીં તેણે જમીન પર લાગેલા ફેન્સીંગના થાંભલા પણ તોડી નાખ્યા હતા. આરોપીએ ફરિયાદી અને સાહેદ શિવજી દબાસીયા સાથે ફોન પર ગાળા ગાળી કરી ધાકધમકી હતી ભુજ બી ડિવિઝન પોલીસે સરપંચના પતિની ફરિયાદ પરથી આરોપી ઈમ્તિયાઝ વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગેર કાયદે જમીનનો કબજો લઇ લેવામાં આવ્યો છે

તોબીજી બાજુ જિલ્લા પોલીસ અધિકારીને લેખિત અરજી કરીને ઇમ્તીયાઝ અબુબકર લુહારે જણાવ્યું હતું કે જમીન છેલ્લા 20 વર્ષથી તેમની માલિકીની છે અને અહિં કબજો ભોગવી રહયા છીએ અને ગ્રામ પંચાયત પાસે જમીનની માગણી પણ કરવામાં આવી છે, અગાઉ પણ કોડકી ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા કાવતરૂ કરીને જમીન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે, સરપંચ અને ઉપસરપંચ કહયું હતું કે જમીન મુકી દઇએ જો તું અમોને એક એક લાખ આપી દેતો નહિંતર તારા પાસેથી જમીન જીનવી લેશું આવા માથાભારે તત્વો સામે કાદેસર કારર્યવાહી કરવા માંગ કરાઇ છે.

ગાળો ભાંડતા પોલીસે આરોપી સામે એટ્રોસીટીનો ગુનો નોંધ્યો

અન્ય સમાચારો પણ છે...