• Gujarati News
  • National
  • ભુજ |બિહારનો 24 વર્ષીય યુવાન રવીશકુમાર અગમ્ય કારણોસર ઘર છોડીને

ભુજ |બિહારનો 24 વર્ષીય યુવાન રવીશકુમાર અગમ્ય કારણોસર ઘર છોડીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |બિહારનો 24 વર્ષીય યુવાન રવીશકુમાર અગમ્ય કારણોસર ઘર છોડીને ભટકતો હતો અને અબડાસાના રાતા તળાવ વિસ્તારમાં રખડતો માલૂમ પડતાં ત્યાંના મહંત વિવેકાનંદગીરીજીએ માનવજ્યોતની સહાયથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવ્યો હતો. પરિવારજનોને જાણ કરાતાં તેઓ યુવાનને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. કાર્યમાં ડો. મહેશ ટીલવાણી, ડો. જે.વી. પાટણકર, પ્રબોધ મુનવર, વિનુભાઇ વાણિયા ઉપરાંત હોસ્પિટલનો સ્ટાફ સહિતના સહભાગી બન્યા હતા.

મિલન | ભુજની સંસ્થાએ બિહારી યુવાનને પરિવારને મેળવી આપ્યો

અન્ય સમાચારો પણ છે...