• Gujarati News
  • National
  • ભુજમાં ફૂટપાથના ઇન્ટરલોક બ્લોક ઉખડી રહ્યા છે, તંત્ર બેદરકાર

ભુજમાં ફૂટપાથના ઇન્ટરલોક બ્લોક ઉખડી રહ્યા છે, તંત્ર બેદરકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયનગરની મહિલાઓ પોલીસને જોઇને સામાન્ય સભામાં આવી શકી

ભુજપાલિકાની સામાન્ય સભા ગુરુવારે મળી હતી, જેમાં જયનગરની મહિલાઓ ગટરવાળા પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવાની હતી, પરંતુ પોલીસનો કાફલો જોઇને દરવાજા પાસે ઉભી રહી ગઇ હતી. જયનગરમાં ગટરવાળા પાણી આવતા હોવાની સમસ્યા છે, જે બાબતે તેમણે સ્થાનિકે વિપક્ષી નેતાને બોલાવીને માટલા ફોડ સહિતના કાર્યક્રમો આપ્યા હતા. જે બાદ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાને લઇને નગરપતિ અશોકભાઇ હાથી પાસે રજૂઆત કરવા ધસી ગઇ હતી, જેથી નગરપતિએ બીજે દિવસે સ્થાનિકે જઇ તેમની સમસ્યા જાણી હતી અને એન્જિનિયર્સને જરૂરી હુકમો કર્યા હતા, પરંતુ તેમની સમસ્યાનો નિરાકરણ આવ્યું હતું. ગુરુવારે સામાન્ય સભા હોવાથી બિંદી ભટ્ટી અને 15 જેટલી મહિલા બધાની વચ્ચે રજૂઆત કરવા આવી ગઇ હતી, પરંતુ 2 પીએસઆઇ અને પોલીસ કાફલો જોઇને બહારે ઉભી રહી ગઇ હતી. સામાન્ય સભા પૂરી થયા બાદ પ્રમુખ પાસે રજૂઆત કરવા પહોંચી હતી, પરંતુ ત્યાં વિપક્ષી નગરસેવકોની ઉગ્ર બોલાચાલી ચાલતી હતી, જેથી તેઓ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં ગઇ હતી અને રજૂઆત કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ મળ્યો હોવાથી રોસપૂર્વક બહાર નીકળી ગઇ હતી.

મેં હમણા ચાર્જ લીધો છે : એન્જિનિયર

બાંધકામશાખાના એન્જિનિયર અરવિંદસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મને હમણા ચાર્જ મળ્યો છે, પરંતુ એની મરંમત શરૂ કરવાનું આયોજન છે.

માત્ર1.20 લાખ વસૂલ્યા

સામાન્યરીતે 700 રૂપિયા મીટરના ભરવાના હોય છે, પરંતુ માત્ર 1.20 લાખ રૂપિયા શા માટે વસૂલાયા તે પણ એક સવાલ છે.

બીએસએનએલે રકમ ભર્યા છતાં મરંમતની કામગીરી થઇ

અન્ય સમાચારો પણ છે...