તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં કાર અથડાયા બાદ ઠપકો મળતાં 3 રાઉન્ડ ફાયરિંગ

ગાંધીધામમાં કાર અથડાયા બાદ ઠપકો મળતાં 3 રાઉન્ડ ફાયરિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંએક બનાવે ચકચાર જગાવી છે. બુધવારે મોડી રાત્રે દિલ્હીથી કાર લઇને કચ્છમાં રણોત્સવ માટે આવેલા બે યુગલોને ગાંધીધામ ખાતે અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું અને બાદમાં બાબતે ઠપકો આપવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જનારા કારના ચાલકે હવામાં બંદૂકથી ગોળીબાર કરતાં બન્ને યુગલો ગભરાઇ ગયા હતા. નુકસાની સહન કર્યા બાદ ઉપરથી આવી દાદાગીરી થતાં યુગલો માટે મુસીબત સર્જાઇ હતી.

બુધવારની રાત્રે દિલ્હીથી પોતાની ડીએલ-02-ડીસી નંબરપ્લેટ ધરાવતી કારથી કચ્છના રણોત્સવ માણવા આવી રહેલા બે યુગલો ગાંધીધામમાં કોર્ટ નજીક રાત્રે પસાર થતા હતા ત્યારે બમ્પર પર પોતાની ગાડી ધીમી કરતાં પાછળથી આવી રહેલી એક અન્ય કાર તેમાં ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતના પગલે દિલ્હીના વેપારીએ કાર સાઇડમાં ઉભી રાખી, નીચે ઉતરી અકસ્માત કરનારા કારના ચાલક પાસે જઇ ફરિયાદ કરી હતી, કારમાં બેઠેલા 5 યુવાનો દ્વારા પ્રથમ તો વેપારીની મજાક ઉડાવવામાં આવી હતી. હાથમાં દારૂના જામ સાથે મજાક થતાં વેપારી અકળાયો હતો અને તેણે ‘ઐસા રસ્તે પે નહી ચલતા હે’ એમ કહેતાં કારના ચાલકે બંદૂક કાઢી

...અનુસંધાન પાના નં.4

લઇ હવામાં 3 રાઉન્ડ ગોળીઓ છોડી હતી અને વેપારીને બંદૂકથી રવાના થઇ જવાનો ઇશારો કરી કાર મારી મૂકી હતી. દરમિયાન, પસાર થતા અન્ય બે કારચાલકોએ આખું દૃશ્ય જોયા બાદ ભાગી છૂટેલી કારનો પીછો કર્યો હતો, પરંતુ કાર આદિપુરના અર્બુદાનગર તરફ વળી આંખોથી ઓઝલ થઇ ગઇ હતી અને હાથમાં આવી નહોતી. બીજીતરફ, કારમાં નુકસાની સહન કરનારા દિલ્હીના વેપારીએ ભુજ તરફ જતાં, પીછો કરનારી ગાડીઓ સામે મળતાં તેના ચાલકોનો આભાર માન્યો હતો. જોકે, બનાવ સંબંધે પોલીસ ફરિયાદ થઇ નહોતી.

‘મૈં ફરિયાદ કરના નહીં ચાહતા હું’

ઘટનાનોભોગ બનનારા વેપારીએ પીછો કરનારા બન્ને કારચાલકોને જણાવ્યું હતું કે, જો હો ગયા સો હો ગયા, અભી અગર મૈં ફરિયાદ કરતા હું તો યહાં કે ધક્કે પડેગેં, શુક્રિયા કી આપને સહકાર દિયા, મૈં પુલીસ ફરિયાદ કરના નહીં ચાહતા ઔર ભુજ કી ઓર જા રહા હું. પછી વેપારીએ પોતાનું કાર્ડ પણ બન્ને કારોના ચાલકોને આપ્યું હતું. કાર્ડ અનુસાર વેપારી દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રહે છે અને ત્યાં બિલ્ડિંગ મટિરીયલની વેપારી પેઢી પણ ધરાવે છે. તેણે વિનંતી કરી હતી કે, મેરા નામ કિસી ઘટના મેં નહીં આય તો મૈં આપકા તહે દિલ સે શુક્રગુજાર હોઉંગા.

દિલ્હીના બે યુગલને રણોત્સવ પહેલાં વિચિત્ર હેરાનગતિ

દારૂ પીને છાકટા થયેલા યુવાનિયાઓનું પરાક્રમ

અન્ય સમાચારો પણ છે...