તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મિનેસોટા હિસ્ટોરિકલ સોસાયટીમાં કચ્છી અગ્રણીની થઇ વરણી

મિનેસોટા હિસ્ટોરિકલ સોસાયટીમાં કચ્છી અગ્રણીની થઇ વરણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાનામિનેસોટા હિસ્ટોરીકલ સોસાયટીની 167મી વાર્ષિક સાધારણસભાની તાજેતરમાં મળેલી બેઠકમાં મૂળ કચ્છના સામાજિક અગ્રણી અને ગડા એસોસિએટ્સ કન્સલ્ટીંગ એન્જિનિયરના સ્થાપક અને પ્રમુખ રામભાઇ ગડાની માનનીય સદસ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. તેઓ પ્રથમ ભારતીય અમેરિકન અને સૌ પ્રથમ એશિયન છે, જેઓ પદ પર પહોંચ્યા છે.

ગડા મૂળ ભારતીય સમૂદાયના મિનેસોટામાં ઇતિહાસ અને સ્થાનિકની સંસ્કૃતિ અને સમાજમાં ભારતીયોના પ્રદાન સંદર્ભે તેઓ સતત જાગૃતિ કાર્યક્રમ ચલાવતા રહ્યા છે, તેમના પ્રયાસોથી બિયોન્ડ બોલિવુડ ઇન્ડિયન અમેરિકન શેઇપ નેશન પ્રદર્શનની મિનેસોટા ખાતે આયોજન કરાયું હતું. 203થી 2012 દરમિયાન સોસાયટીની એક્ઝિક્યુટિવ કાઉન્સીલરમાં સેવા આપી ચૂક્યા છે. તેમના પત્ની નીનાબેન પણ ખૂદ મિનેસોટા હિસ્ટોરીકલ સોસાયટીના 1998થી સભ્ય અને દાતા રહી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...