તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં ચોથો માળ બનાવનારાને નગરપાલિકાએ મોકલી નોટિસ

માંડવીમાં ચોથો માળ બનાવનારાને નગરપાલિકાએ મોકલી નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંનિયમ વિરુદ્ધ ઇમારત ઉપર ચોથા મંજલાનું બાંધકામ કરાતા હોવાના અખબારી અહેવાલ મુખ્ય અધિકારી સફાળા જાગ્યા હતા અને નોટિસ મોકલાવી ફરજ પરસ્તી બતાવી હતી.

ભૂકંપ બાદ ઝોન-5ના વિસ્તારમાં આવેલી મ્યુનિસી પ્લેટ નંબર 609 પર હેમરત્ન હોમ્સ બિલ્ડિંગ આવેલી છે, જેમાં ત્રણ માળથી વધુ ચોથા માળની મંજૂરી આપવામાં આવતી નથી, પરંતુ નિયમથી ઉપરવટ જઇ ચોથા માળનું ચરણતર થઇ રહ્યું હતું, જે બિન અધિકૃત બાંધકામનું કૃત્ય છાપે ચડ્યું હતું, જેથી પદાધિકારીઓ પાસે લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી. જેના પગલે મુખ્ય અધિકારી સંજય પટેલે બાંધકામ અટકાવવા નોટિસ બજાવવાની ફરજ અદા કરી હતી.

રહેણાક વિસ્તારોમાં વ્યવસાયીક બાંધકામનો અટકાવાતા નથી

શહેરનાબહારી વિસ્તારમાં રહેણાક વિસ્તારો છે, જે સોસાયટી વિસ્તારોમાં કોઇની પરવાહ કર્યા વિના કોમર્શિયલ હેતુ કચેરી અને દુકાનોનું બાંધકામ થઇ રહ્યું છે, જે અંગે પણ સુધરાઇ મૌન ધારણ કરીને બેઠી છે, જેથી શહેરીજનોમાં ટીકાનું કારણ બન્યું છે.

અખબારી અહેવાલ બાદ મુખ્ય અધિકારી ફરજ પરસ્ત થયા

અન્ય સમાચારો પણ છે...