તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શું ભુજ તાલુકા અને જિલ્લા પંચાયતને સ્વચ્છતા અભિયાન લાગુ નથી પડતું ?

શું ભુજ તાલુકા અને જિલ્લા પંચાયતને સ્વચ્છતા અભિયાન લાગુ નથી પડતું ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકા પંચાયતની દીવાલને અડી ઉભા કરાયેલા બોર્ડ પડી ગયાને 2 માસ થઇ ગયા છે, છતાં હટાવવાની તસ્દી નથી લેવાઇ, તો જિ. પં.ના પહેલા માળની બારીમાંથી ટ્યૂબલાઇટો બહાર ફેંકી સ્વચ્છતા અભિયાનની ઐસી કી તૈસી કરી દેવાય છે.

તાલુકા પંચાયતમાં સાફ-સફાઇ થતી હોવાથી ઠેર-ઠેર કચરો નજરે પડી રહ્યો છે. 1 માસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ભુજ તાલુકા પંચાયતના પ્રવેશદ્વાર પાસેની દીવાલને અડોઅડ મોટું બોર્ડ પડી ગયું છે, જેણે વૃક્ષો અને ટ્રી-ગાર્ડનો સોથ વાળી દીધો છે, પરંતુ તેને ઉપાડી સાફ-સફાઇની દરબાર લેવાઇ નથી. દીવાલની ફરતે દબાણ થાય એટલા માટે કાંટાળી લોખંડની ફેન્સિંગ-વાડ ઉભી કરાઇ હતી, જે પણ ઉખેડીને ફેંકી દેવાઇ છે, જેને પણ ફરીથી બાંધવાની તસ્દી લેવાઇ નથી. બીજી બાજુ શૌચાલય જેવી સ્વચ્છતા કામગીરીમાં બેદરકારી દાખવનારા તલાટીઓને નોટિસો પાઠવાતી હોવાથી ટીકાનો વિષય બન્યો છે. જિલ્લા પંચાયતમાં પણ સ્વચ્છતા અભિયાનની ઐસી કી તૈસી કરી દેવાઇ છે. પ્રથમ માળે ખેતીવાડી શાખાની સામે પગથિયાની બારી બહાર છજ્જામાં ટ્યૂબલાઇટો ફેંકી દેવાઇ છે. જાણે કચરા ટોપલી હોય !

મહિનાથી પડેલું બોર્ડ હટાવાયું

ટ્યૂબલાઇટો બારીમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...