તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટેન્ડર બહાર પડાયાના 1.5 વર્ષ બાદ પણ રોડ લાઇટ લાગી

ટેન્ડર બહાર પડાયાના 1.5 વર્ષ બાદ પણ રોડ લાઇટ લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકાએ એરપોર્ટ રોડ ઉપર આવેલા શિવમ્ પાર્કમાં રોડ લાઇટ માટે 1.5 પહેલા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી દીધી છે, પરંતુ માત્ર પોલ ઉભા કરી સંતોષ માન્ય છે, જેથી લોકોને રાત્રે ટોર્ચ લાઇટ લઇ બહાર નીકળવું પડે છે.

નબળી આર્થિક સ્થિતિ ધરાવતી ભુજ નગરપાલિકા ઉપર દિવસોદિવસ વધતા રહેણાક વિસ્તારોમાં સગવડો પૂરી પાડવા જવાબદારીથી પણ વધી રહી છે, જેથી સત્તાધિકારીઓ અને પદાધિકારીઓને દિવસે તારા દેખાઇ રહ્યા છે, તો ઠીક, પરંતુ હાથ ધરેલી કાર્યવાહી પણ પૂરી કરવામાં દિવસો કે મહિનાઓ નહીં, વર્ષો લગાડી રહ્યા છે, જેથી લોકોની હાડમારીનો પાર નથી રહ્યો છે. એરપોર્ટ રોડ ઉપર આવેલા શિવમ્ પાર્કમાં 150 જેટલા મકાનો છે, જેમાં રોડ લાઇટ લગાડવા માટે 1.5 વર્ષ પહેલા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ પોલ તો લગાડી દેવાયા છે, પરંતુ વાયર ખેંચાયા નથી અને લાઇટો પણ લગાડવા તસદી લેવાઇ નથી, જેથી લોકોને રાત્રે ઘરના દરવાજા બહાર પગ મૂકતા ઘનઘોર અંધકારનો સામનો કરવો પડે છે. બાળકો અને મહિલાઓ તો ઘરની બહાર નીકળવાનું ટાળે છે, પરંતુ પુરુષો પણ અસામાજિક તત્ત્વોના ભયથી ઘરમાં બેસવાનું મુનાસિબ સમજે છે.

શહેરના અનેક એવા વિસ્તારો છે, જેના રસ્તાઓ રાત્રે અવારનવાર અજવાળા ખોઇ નાખે છે.

મહાદેવ નાકાથી જૂના સ્વામિનારાયણ મંદિર સુધી અંધકાર

હાલભુજમાં પ્રવાસીઓના ધસારાની ઋતુ ચાલે છે, મહાદેવ નાકાથી જૂના સ્વામિનારાયણ મંદિર સુધી પ્રવાસીઓની વિશેષ આવ-જાવ હોય છે, પરંતુ ત્યાં પણ અવારનવાર અંધકાર થઇ જાય છે, જે પ્રવાસીઓ માટે કષ્ટદાયક સિદ્ધ થાય છે.

એરપોર્ટ રોડના શિવમ્ પાર્કમાં તો રાત્રે અંધારામાં ટોર્ચ લાઇટ લઇને નીકળવું પડે છે

પાલિકાના હસ્તકના મુખ્ય માર્ગો રાત્રે અવારનવાર અજવાળા ખોઇ નાખે છે

અન્ય સમાચારો પણ છે...