તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધાર્મિક સ્થળો પાસે માંસાહારના હાટડા બંધ કરો

ધાર્મિક સ્થળો પાસે માંસાહારના હાટડા બંધ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારેકોઇપણ ધર્મના પવિત્ર સ્થાનકોની શુચિતા જળવાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. ધાર્મિક સ્થાનોની આજુબાજુમાં કતલખાનાં કે માંસાહારના હાટડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઇએ એવી શીખ ભદ્રેશ્વરના વસઇ તીર્થ ખાતે ભૂકંપ બાદ પ્રથમવાર ચાતુર્માસ નિમિત્તે બિરાજતા મહોદયસાગરસૂરિશ્વરજી મ.સા.એ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકારે પાલીતાણાને તો તીર્થભૂમિ જાહેર કરી છે છતાં અહીં બેરોકટોક અબોલ જીવોની કતલ થાય છે અને માંસ ખુલ્લેઆમ વેચાય છે. બાબતે સાધુ-સંતોએ ઉપવાસ કરવા પડે અને છતાંય તંત્ર દ્વારા ઠાલાં વચનો સિવાય કશું અપાય ત્યારે સ્થિતિ દુ:ખદ બને છે. પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ મુલચંદ શાહ, વસંત સંઘવી, જયકુમાર સંઘવી, લાલકાભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...