તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંકુલનો નામચીન બૂટલેગર પાસા તળે પોરબંદર જેલમાં

સંકુલનો નામચીન બૂટલેગર પાસા તળે પોરબંદર જેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામખાતે દારૂના વેપલામાં નામચીન શખ્સને પોલીસે પાસામાં ધકેલી દેતાં દારૂના ધંધાર્થીઓમાં સતત બીજા દિવસે પણ પાસાની કાર્યવાહી થતાં સોંપો પડી ગયો છે. પોલીસની પાસાની યાદી હજુ લંબાય એવી શક્યતાઓ જોતાં અનેક નામચીન તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પૂર્વ કચ્છમાં દારૂ સંબંધે અનેક મોરચા એસ.પી. કચેરીએ પહોંચ્યા બાદ એસપી ભાવના પટેલે બદીને દૂર કરવા કમ્મર કસી હોય રીતે ધડાધડ દારૂના ધંધામાં અગાઉ ક્વોલિટી કેસોમાં ઝડપાયેલા અને નામચીન બનેલા શખ્સો વિરૂદ્ધ પાસાનો ધોકો પછાડતા બૂટલેગરોમાં સન્નાટો છવાઇ ગયો છે. 22/9ના 3 શખ્સોને પાસામાં ધકેલાયા બાદ સોમવારે પણ પાસાની કામગીરીમાં કંડલા સંકુલના વધુ એક નામચીન બૂટલેગર વસંત હરિલાલ સોનીને પણ ઝડપી લઇ, પોરબંદર જિલ્લા મધ્યસ્થ જેલને હવાલે કરવામાં આવ્યો હતો. બૂટલેગર ઉપર અગાઉ ગાંધીધામના એ, બી ઉપરાંત આદિપુર સહિતના પોલીસ સ્ટેશનમાં દારૂના ક્વોલિટી કેસો ચોપડે ચડ્યા હતા અને સંકુલમાં દારૂના સૌથી મોટા ધંધાર્થી તરીકે વસંત પંકાયેલો હતો, તેના વિરૂદ્ધ કાર્યવાહી થતાં તથા હજુ પણ આવા ધંધાર્થીઓને પાસામાં ધકેલવાની કાર્યવાહી ચાલુ હોવાથી અનેક બૂટલેગરો ફોનને અલવીદા કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને સંકુલમાં દારૂની બદી રાતોરાત દૂર થતાં શાંતિપ્રિય નાગરિકોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે.

આરોપી વસંત

ગુનાઓમાં કેસો બાદ દારૂનો કેડો છોડ્યો નહોતો

દારૂની બદી પર પોલીસ કાયદાનો સકંજો કસે છે

અન્ય સમાચારો પણ છે...