તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • STએ ડ્રાઇવ યોજી 43 વાહનચાલકોને દંડ ફટકાર્યો

STએ ડ્રાઇવ યોજી 43 વાહનચાલકોને દંડ ફટકાર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી.તંત્ર દ્વારા ભુજમાં ડ્રાઇવ યોજી નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો ચલાવતા 43 વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.સોમવાર સવારે ભીડનાકે એસ.ટી. તંત્ર તેમજ પોલીસે વોચ ગોઠવી સુમરાસર, ખાવડા તેમજ નિરોણા તરફ ચાલતી જીપ અને છકડાચાલકો જેઓ નિયમને નેવે મૂકી પેસેન્જરો ભરતા નજરે ચડતા તેઓને દંડ્યા હતા. ચેકિંગ દરમિયાન કુલ 50 વાહનો ચેક કરવામાં આવ્યા જેમાંથી 43 ચાલકોને રૂા. 4300નો દંડ કરાયો અને 7 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ડિટેઇન કરાયેલા વાહનોને રૂા. 10,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ ટીમમાં એસ.ટી.ના અધિકારી મનીષ વૈદ્ય, જટુભા જાડેજા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...