તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે ખીસ્સાકાતરુને લોકોએ ભીંડી બજારમાં માર માર્યો

બે ખીસ્સાકાતરુને લોકોએ ભીંડી બજારમાં માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાએસટી બસ સ્ટેશન પાછળના ભીંડી બજારમાં સોમવારે બપોરે યુવાનના પાકિટ ચોરવાની કોશિશ કરતા બે ખીસ્સાકાતરુઓ લોકોના હાથે ઝડપાઇ જતાં પોલીસ મથકે લઇ જવાને બદલે ઢોર માર માર્યો હતો. તેના કપડાં કાઢી રવાના કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભીંડી બજારમાં પાકિટ ચોરતા બે શખ્સો રંગેહાથ ઝડપાઇ જતાં ઉપસ્થિત લોકોએ બે ખીસ્સાકાતરુને પકડી સારથિ સિનેમાની ગલીમાં લઇ જઇ ઢોર માર માર્યો હતો અને તેમણે શરીર પર પહેરેલાં કપડાં ઉતારી નગ્ન કરી ભરબજારે દોડાવ્યા હતા, જાણકારોના જણાવ્યા પ્રમાણે ચોરી ચપાટીના ઇરાદે બજારમાં ફરતા બે યુવાનો એક રાહદારીના પેન્ટના ખીસ્સામાંથી પાકિટ સેરવવા જતાં હાથોહાથ પકડાઇ ગયા હતા.

ઘટનાથી રાડારાડ થતાં આસપાસની દુકાનોના વેપારીઓ દોડી આવ્યા હતા અને જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા તેમજ શખ્સોને પકડી 50થી 60 જણે ભેગા મળી સારો એવો મેથીપાક આપ્યો હતો. ચીભડચોરોને પોલીસના હવાલે કરવાને બદલે લોકોએ સ્વયં શિક્ષા આપી હતી. બનાવ અંગે પોલીસ મથકનો સંપર્ક સાધતાં આવી કોઇ ઘટના પોલીસ મથકે નોંધાઇ હોવાનું જણાવ્યું હતું.

બસ સ્ટેશન અને વાણિયાવાડ વચ્ચે આવેલી ગલીમાચીલઝડપ જેવા બનાવો અનેકવાર બને છે.

અન્ય સમાચારો પણ છે...