તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ પાલિકા સંયુક્ત કર્મચારી સંઘના પ્રમુખ ઉપવાસ ઉપર ઉતરશે

ભુજ પાલિકા સંયુક્ત કર્મચારી સંઘના પ્રમુખ ઉપવાસ ઉપર ઉતરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘે ચોથા વર્ગના રોજમદાર કર્મચારીઓના પ્રશ્ને આંદોલન ઉકેલ લાવવાના ખાતરી બાદ દોઢ વર્ષ સુધી કોઇ કાર્યવાહી થતા સંઘના પ્રમુખ 10મી ઓક્ટોબરથી આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરી હતી. સંઘના પ્રમુખ હરેશ મીઠુ રાઠોડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, 2015ની સાલના એપ્રિલ મહિનામાં ચોથા વર્ગના રોજમદાર કર્મચારીઓને સિનિયોરિટી પ્રમાણે નિમણૂક આપવા અને મોંઘવારી ભથ્થાના દરોમાં થયેલા વધારા મુજબ એરીયર્સની રકમ સહિતનો ચૂકવણું કરવાની માગણી સાથે આંદોલન છેડ્યું હતું, જેમાં કલેક્ટર, પાલિકાના અધિકારી અને પદાધિકારી સાથે બેઠક બાદ ઝડપી ઉકેલ લાવવાની ખાતરી મળતા આંદોલન સમેટ્યું હતું. દોઢ વર્ષ બાદ પણ આજ દિવસ સુધી ઉકેલ આવતાં સંઘના પ્રમુખ દ્વારા 10મી ઓક્ટોબરથી કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ આંદોલન શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...