તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ (મહિલા પાંખ)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ (મહિલા પાંખ)

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ (મહિલા પાંખ)

તા.15/8ના સાંજે 5 કલાકે તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ તથા ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલાપાંખ દ્વારા આયોજિત શિવ મહિમ્ન સ્ત્રોતનું સમૂહપઠન લીનાબેન ત્રિવેદી, વૈભવનગર, 20-બી, નવાવાસ, માધાપર મધ્યે તેમજ રૂદ્રીમાં આવવા માટે નામ નોંધાવવા મો.નં. 94291 98923.

સલાટજ્ઞાતિ યુવક મંડળ

તા.14/8ના સાંજે 7:30થી 8:30 દરમિયાન સલાટ યુવક મંડળ દ્વારા મહાઆરતીનું આયોજન જ્ઞાતિની વાડીમાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં.

મારૂકંસારા સોની જ્ઞાતિ

તા.16/8ના રાત્રે 10:30 કલાકે જ્ઞાતિની વાડીમાં મીટિંગ. જ્ઞાતિ કારોબારી, યુવક-મંડળ, મહિલા મંડળ તેમજ શિક્ષણ અને સમૂહલગ્નના કાર્યમાં રસ ધરાવતા જ્ઞાતિજનોની ઉપસ્થિતિ.

દશનામગોસ્વામી મહિલા મંડળ

કારોબારીસમિતિની રચના કરવા માટે તા.14/8ના સાંજે 5 કલાકે સમાજવાડી ખાતે.

વાસાણીયુવક મંડળ (સલાટ)

તા.15/8ના સવારે 10 કલાકે વાસાણી યુવક મંડળ (સલાટ) તરફથી મંદિરનું ભૂમિપૂજન.

સમસ્તબારમેડા પરિવાર

તા.14/8ના સવારે 10:30 કલાકે તા. 3/9ના યોજાનારા ખેતરપાળ દાદાના પાટોત્સવ નિમિત્તેની તૈયારી અંગે મીટિંગ ખેતરપાળ દાદાનું મંદિર, રેલવે સ્ટેશન પાસે, ભુજ મધ્યે.

ભગવદ્ગીતા પર પ્રવચન તથા પ્રશ્નોત્તરી

તા.14/8ના સાંજે 6:30થી 8:30 દરમિયાન રાધિકા રમણ પ્રભુ દ્વારા ભગવદ્ ગીતા પર પ્રવચન, કીર્તન તથા પ્રવચન બાદ પ્રશ્નોત્તરી ઇસ્કોન સેન્ટર, સરદાર પટેલનગર, હરિપર રોડ, ભુજ મધ્યે.

સૂકામેવાના હિંડોળા

તા.14/8ના સાંજે 6:30થી 8:30 દરમિયાન લક્ષ્મીનારાયણ મંદરે સૂકા મેવાના હિંડોળાના દર્શન.

જિલ્લાલોક વિજ્ઞાન કેન્દ્ર

તા.14/8ના સવારે 11થી 1 દરમિયાન ખેંગારપાર્કના બાલભવન ખાતે ડો.વિક્રમ એ. સારાભાઇ અને સહસ્ત્રાબ્ધીના વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવન અને કાર્ય પર દસ્તાવેજી પિક્ચરનો કાર્યક્રમ.

રામકૃષ્ણયુવક મંડળ

તા.14/8ના સવારે 10 કલાકે મંડળ દ્વારા દાતાના સહયોગથી જી.કે. જનરલ હોસ્પિટલમાં ફળ, દવા તથા બિસ્કીટનું વિતરણ

માશારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં સત્સંગ

તા.14/8ના 4:30થી 5:30 દરમિયાન રામકૃષ્ણ યુવક મંડળ ભુજ દ્વારા સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં એકાદશી નિમિત્તે રામનામ સંકીર્તન સત્સંગનો કાર્યક્રમ.

હઝરતધાવલાશાહ પીરનો ઉર્ષ

લંઘાશેરી મધ્યે આવેલા હઝરત ધાવલાશાહ પીરના ઉર્ષ પ્રસંગે તા. 14/8 સાંજે નિશાન ચડાવવામાં આવશે. ત્યારબાદ તા. 17/8ના રાત્રે મગરીબ નમાજ બાદ મિલાદ શરીફ.

મુસ્લિમકચ્છી ખત્રી જમાત

તા.15/8ના બપોરે 3:30 કલાકે મુસ્લિમ કચ્છી ખત્રી જમાત તરફથી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ખત્રી જમાતખાના, ખત્રી ચોક, ભુજ મધ્યે.

આર.આર.લાલનકોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ

લાલનકોલેજ વિદ્યાર્થી મંડળ દ્વારા તા.15/8ના સ્વતંત્રતા દિને સવારે 9:30 કલાકે કોલેજ મધ્યે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પીએડી.ડી.ની ડિગ્રી મેળવનારનું સન્માન કરાશે.

કચ્છફિલોટેલીક એસોસિયેશન

સભ્યોનીબેઠક તા.14/8ના સવારે 11:30 કલાકે પ્રાગમહેલના લાઇબ્રેરીમાં મળશે, જેમાં સાત-આઠમના મેળામાં યોજાનાર પ્રદર્શનમામં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના ફોટા અને સંગ્રહની વિગત સાથે હાજર રહેવું.

અરવિંદપ્રાર્થના કેન્દ્ર

મહર્ષિઅરવિંદની શતાબ્દિ નિમિત્તે તા.15/8ના સવારે 10થી 10:30 કલાકે આશ્રમમાં સંગીત સાથે સમૂહ ધ્યાન, અરવિંદ પ્રાર્થના કેન્દ્ર, રહેણાંકના મકાન ઉપર આશાપુરા મંદિર.

હેમસંધ્યામહિલા મંડળ

હેમસંધ્યામહિલામંડળની અગત્યની બેઠક તા.16/8ના હોટલ વીરામ ખાતે.

એક્યુપ્રેસસારવાર અને તાલીમ

આશાપુરાગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચાલતી આશાપુરા વુમન્સ એકડમી એકયુપ્રેસર સારવાર અને તાલીમ સોમથી શનિ સવારે 10થી 12 દરમિયાન એંકરવાલા શિશુમંદિર, સંતોષી માતાજીના મંદિર પાછળ.

ઓમસંસ્કારધામ મંદિર

શ્રાવણમાસના સોમવારે સમૂહ રૂદ્રી તેમજ રૂદ્રાભિષેક પૂજા, ઓમ સંસ્કારધામ મંદિર, સંસ્કારનગર, ભુજ મધ્યે.

ચંદમૌલેશ્વરમહાદેવ મંદિર-જયનગર

મહાઅારતીતા.14/8ના સાંજે 8 કલાકે, ચંદમૌલેશ્વર મહાદેવ મંદિર, જયનગર, ગુરુજીના આશ્રમ મધ્યે.

લાયન્સદ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

બ્લડડોનેશન કેમ્પ તા.15/8ના સવારે 9:30થી 1:30 દરમિયાન લાયન્સ હોલ ખાતે.

ગાંધીધામમાંગુર્જર ક્ષ.સમાજનો સરસ્વતી સમારંભ

ગુર્જરક્ષત્રિય સમાજ ગાંધીધામનો સરસ્વતી સન્માન તથા સમારંભ સભાનો કાર્યક્રમ તા. 15/8ના સવારે 10 વાગ્ચે, પ્લોટ નં. 69, સેક્ટર-8, ગાંધીધામ ખાતેના સમાજ ભવનમાં રાખવામાં આવ્યો છે.

ગાંધીધામમાંથેલેસેમીક બાળકો માટે શિબિર

તા.14/8ના થેલેસેમીક ગુજરાત તથા થેલેસેમિયા ગ્રૂપ કચ્છ દ્વારા આયોજિત થેલેસેમીક બાળકો માટે માર્ગદર્શન શિબિર કેપીટી, એસવીપી હોલ ગોપાલપુરી, ગાંધીધામ કચ્છ મધ્યે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક ભુજ 98257 58256, ગાંધીધામ 98242 11816.

અંજારમાંનિ:શુલ્ક પુસ્તક પરબ

વાંચેગુજરાત અભિયાન અંતર્ગત નિ:શુલ્ક પુસ્તક પરબ દર મહિના બીજા અને ચોથા રવિવારના ભાગરૂપે તા.14/8ના સાંજે 5:30થી 7:30 દરમિયાન રોટરી ગાર્ડન, સવાસર ગેટ બહાર, અંજાર મધ્યે.

નખત્રાણાGMDC કોલેજના ભૂતપૂર્વ છાત્રો જોગ

તા.14/8ના સવારે 9:30 કલાકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અંગેની મીટિંગ કોલેજના પ્રાંગણમાં.

મ.ક.સ.સુ.જ્ઞાતિમહિલા મંડળ-માધાપર

મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા અગિયારસ નિમિત્તે સત્સંગ તા.14/8ના સાંજે 5 કલાકે, દરજી જ્ઞાતિની વાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

ઔદિચ્યબ્રહ્મસમાજ મહિલા મંડળ

મંડળદ્વારા તા. 14/8ના ઉષાબેન પંડ્યા તથા તા. 15/8ના કલ્પનાબેન જોષીના ઘરે સાંજે 4:30 કલાકે સત્સંગ.

દશનામગોસ્વામી મહિલા મંડળ

તા.14/8ના સાંજે 4થી 6 દરમિયાન ભજન (સત્સંગ) નેતલબેન ગોસ્વામીના નિવાસસ્થાન, બાપા દયાળુનગર, ઓમકારેશ્વર મંદિરની બાજુમાં, જૂનાવાસ, માધાપર મધ્યે. બહેનોએ 3:30 કલાકે કન્યા શાળા પાસે ઉપસ્થિત રહેવું.

સુવિધિનાથજૈન સાર્વજનિક દવાખાનું

દરરોજસવારે 10થી 12 દરમિયાન ટોકન ચાર્જ દ્વારા કન્યાશાળા પાછળ, જૈન ભુવન સામે, નવાવાસ, માધાપર મધ્યે આવેલ દવાખાનામાં સારવાર કરાશે.

મહાવીરખીચડી ઘર

તા.14/8ના માધાપર જૈન સંઘ સંચાલિત મહાવીર ખીચડી ઘર અંતર્ગત દાતાના સહયોગથી ઝૂંપડપટ્ટી અને શ્રમજીવી વિસ્તારોમાં ભોજન અને ફ્રુટનું વિતરણ કરાશે.

કચ્છગુર્જર ક્ષત્રિય સમાજ-માધાપર

ઘટકદ્વારા તા.15/8ના સમાજ અભ્યાસ કરતા બાળકો માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ સાંજે 4 કલાકે, વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકી, સમાજ ભવાન, જૂનાવાસ મધ્યે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો