તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે ભુજના સહયોગ હોલમાં યોજાશે સુરમયી શામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ભુજના સહયોગ હોલમાં યોજાશે સુરમયી શામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ભુજના સહયોગ હોલમાં યોજાશે સુરમયી શામ

ભુજ: મહિલામંડળ, છઠ્ઠીબારી સંચાલિત સંગીત શિક્ષણ કેન્દ્રના દશાબ્દિક મહોત્સવ પ્રસંગે સંગત કલાસના સંચાલક કિશોર એલ.જોષીના નિર્દેશક હેઠળ તથા ભગવતી સેંઘાણીના સુરોના સથવારે રવિવારે 14/8ના સહયોગ હોલ ખાતે સુરમીય શામ નામે કાર્યક્રમ યોજાશે, જેમાં સંગીત કલાના વિદ્યાર્થીઓ, દેશભક્તિગીતો, શાસ્ત્રીરાગ, સુગમ સંગીત જેવા વૈવિધ્યપૂર્ણ ગીત રજૂ કરશે. કાર્યક્રમમાં ડો.સુરેશભાઇ રૂઢાણી, ડો.પન્નાબેન રૂડાણી પ્રમુખસ્થાને રહેશે. અતિથિ વિશેષ તરીકે ચેતનાબા જાડેજા, બિપિન એમ.ગાંધી, કમલેશભાઇ સોલંકી ઉપસ્થિત રહેશે. તેવું પુષ્પાબેન વૈદ્ય, જયશ્રીબેન ઠક્કરની યાદીમાં જણાવ્યું છે.

વાંઢાયમાંદાંપત્યજીવન અને કુટુંબ વ્યવસ્થા પરિસંવાદ

ભુજ: દેશલપર(વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાયમાં તા.16/8ના સવારે 9 કલાકે નવપરિણીત યુગલો અને જ્ઞાતિજનોને ઉપયોગી સેમિનાર યોજાશે, જેમાં સુરતના પ્રખર વ્યાખ્યાતા નર્મદાબેન સેંઘાણી માહિસભર અને જ્ઞાનપૂર્ણ વકતવ્ય આપશે, જેમાં આદર્શ કુટુંબવ્યવસ્થામાં દાપત્યજીવને સુમધુર બનાવવા વિશે ચિંતનસભર વકતવ્ય અપાશે. ગત અખાત્રીજના યોજાયેલા સમૂહલગ્નમાં જોડાયેલી કન્યાઓને રોકડ કન્યાદાન તેમજ લગ્નનોંધણી પ્રમાણપત્રનું વિતરણ સંસ્થાના અગ્રણીઓના હસ્તે કરવામાં આવશે. અધ્યક્ષસ્થાને દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિના પ્રમુખ શીવજીભાઇ કાનાણી, અતિથિ વિશેષ ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટના પ્રમુખ હંસરાજભાઇ ધોળુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો